અમદાવાદના બાપુનગરના પોલીસ સ્ટેશનના પી.આઇ. એ કેસ ન કરવા માટે બે લાખ રૂપિયાની માંગણી કર્યા હોવાની તેમનાજ પોલીસ સ્ટેશનમાં થઇ ફરિયાદ, બાપુનગરના ઇન્ડિયા કોલોનીમાં,પ્રતીક સોસાયટીમાં રહેતા
ચિરાગ બારોટ ને કોઇપણ પુરાવા કે ફરિયાદ વગર અન્ય ગુન્હામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું તેમની પત્નીએ આરોપ લગાવ્યો છે, ચિરાગની ત્રણ દિવસ અગાઉ ધરપકડ કરી જેલમાં પુરી દેવામાં આવ્યું હતું અને ચિરાગ ની ધર્મ પત્ની અને માતાને પાસે થી ચિરાગ વિરુદ્ધ અન્ય કોઇ ગુન્હો ન લગાવવા માટે રૂપિયા બે લાખ ની લાંચ માંગી હોવાનું આક્ષેપ લગાવવામાં આવ્યા છે.
રૂપિયા ન આપતા પોલીસે ચિરાગ ને લોકપમાં ઢોર માર મરાતા ચિરાગ ના પત્નીએ ડી સ્ટાફ પોલીસ અને બાપુનગર પોલીસ સ્ટેશનના પી.આઇ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવ્યા બાદ ચિરાગ ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.