અમદાવાદમાં કૃષ્ણનગરમાં ઉદયગ્રીન પાર્ટી પ્લોટમાં એક લગ્ન યોજાયા હતા. નરોડામાં રહેતા પટેલ ધનજીભાઈ મુળજીભાઈને ત્યાં જાન આવી હતી.
જૂની વાસ ગામેથી જાન આવી તે દરમિયાન કન્યાના જ દાગીનાની ચોરી થઈ ગયા હતા. લગ્નમાં લોકો એકબીજા સાથે વાત કરવામાં મશગૂલ હતા. તે દરમિયાન એક બાળકે પોતાની ચાલાકી દાખવી ભીડમાંથી કોઇને ખબર ન પડે તે રીતે હાથનો સફાયો કર્યો હતો.
ચોરી ની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.જ્યારે cctvમાં એક બાળક સ્પષ્ટપણે સોના દાગીનાનો થેલો લઈ જતો જોવા મળી રહ્યો.આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી હતી.