September 27, 2026
ગુજરાતદેશ

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા. બે લોકોના મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યા પછી ગોળીબાર કર્યો હતો. જેથી સ્પષ્ટ હતું કે તેઓ હિન્દુઓને ટાર્ગેટ કરવા માંગતા હતા. પોલીસ ડ્રેસ પહેરીને આવેલા આ આતંકવાદીઓને નામ પુછી પુછીને ગોળીઓ મારી હતી. જેના કારણે થોડા સમય માટે અફડા તફડી મચી ગઇ હતી.

સૌથી ચોંકાવનારી બાબત છે કે, આ હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ થયા છે. જેમાં એક ગુજરાતી ગંભીર રીતે ઘાયલ છે. ચારેય વ્યક્તિ ભાવનગરનાં હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ અંગે માહિતી આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અમે સતત અનંતનાગના વહીવટી તંત્રના સંપર્કમાં છીએ. ગુજરાતનાં ત્રણ પ્રવાસીઓ આતંકવાદી હમલામાં ઘાયલ થયા છે. જો કે ત્રણેયની સ્થિતિ હવે સ્ટેબલ છે. સમયસર સારવાર મળી જવાના કારણે તેઓ સ્ટેબલ છે. તમામ ઘાયલો પહેલગામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ અંગે ભાવનગરના કલેક્ટરે પણ માહિતી આપી હતી. કલેક્ટર મનીષ કુમાર બંસલે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલામાં ભાવનગરના વિનોદભાઈ નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ભાવનગર કલેકટર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલનો સંપર્કસાધીને માહિતી લેવામાં આવી રહી છે. વિનોદભાઈ ભાવનગરના રહેવાસી છે તેઓ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસમાં કાશ્મીર ફરવા માટે ગયા હતા.

જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર આતંકી હુમલા મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઓફિસ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. જે પણ ગુજરાતી પર્યટકો છે તેને જલ્દીથી મદદ મળી રહે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. જે પણ માહિતી પ્રાપ્ત થશે તે જાહેર કરવામાં આવશે

 

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું છે. મંગળવારે (22 એપ્રિલ) પોલીસના ડ્રેસમાં આવેલા આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ પોલીસ ગણવેશમાં આવ્યા હતા. આ હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે અને બે લોકોના મોત થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘાયલોની સંખ્યા હજી પણ વધે તેવી શક્યતા છે. આ દરમિયાન, એક પ્રત્યક્ષદર્શીનો વીડિયો સામે આવ્યો છે. તેણે આતંકવાદી હુમલા વિશેના પોતાના ભયાનક અનુભવો શેર કર્યો હતો.

 

એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે. મહિલાએ કહ્યું કે, આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યું અને તેને ગોળી મારી દીધી. બીજી એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે. આ સ્ત્રી ખૂબ રડી રહી છે અને કહી રહી છે કે, ભગવાન માટે, મારા પતિને બચાવો. વીડિયોમાં, એક વ્યક્તિ કહે છે, “ચિંતા ના કરો, અહીં રહો. ઠીક છે, ઠીક છે, અમે તમને બચાવીશું. હું આવું છું.”

ઘાયલોને એરલિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. હજુ સુધી કોઈ આંકડા સત્તાવાર રીતે શેર કરવામાં આવ્યા નથી. આતંકવાદી હુમલામાં તમિલનાડુના શાંતુ ઘાયલ થયા છે. ઓડિશાની શશી કુમારી પણ ઘાયલ થઈ હોવાના અહેવાલ છે. ગુજરાતના ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મહારાષ્ટ્રના લોકોનો પણ સમાવેશ થાય છે. કર્ણાટકના અભિજવન રાવ પણ ઘાયલ થયા છે.

આતંકવાદીઓએ બૈસરનમાં એક પર્યટન કેન્દ્ર પર હુમલો કર્યો છે. તે ફક્ત ચાર-પાંચ વર્ષ પહેલાં વિકસાવવામાં આવ્યું હતું. સાઉદી અરેબિયાની મુલાકાતે રહેલા પીએમ નરેન્દ્રભાઈ  મોદીએ આ હુમલા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ સાથે વાત કરી છે. ગૃહમંત્રી અમિતભાઈ  શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને સીએમ ઓમર અબ્દુલ્લાએ આ હુમલાની કડક નિંદા કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેના પ્રમુખ સાથે વાત કરી છે.

 

Related posts

શાહપુરમાં આજે સવારના સમયે ૪.૩૦ વાગ્‍યે ન્‍યૂ એચ કોલોનીના મકાનમાં અચાનક આગ લાગી, પતિ,પત્ની અને બાળકનું થયું કરુણ મોત

Ahmedabad Samay

HIGHFLY INFOCARE માં વર્ક ફ્રોમ હોમ કમાવાની તક

Ahmedabad Samay

એરટેલ દ્વારા પ્રિપેઇડ પ્લાન્સ ૨૫ ટકા જેટલા મોંઘા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

Ahmedabad Samay

ત્રીજી લહેરમાં બાળકો પર ખતરાની વાતથી સુપ્રીમ કોર્ટ પણ ચિંતામાં

Ahmedabad Samay

ત્રીજી ટર્મના મંત્રીમંડળમાં ગુજરાત માંથી કોનો સમાવેશ થાય થયા તે અંગે અંગે અટકળો તેજ બની

Ahmedabad Samay

PSI અને LRDની ભરતીને લઇ  કોલ લેટર જાહેર, યુવાનો તૈયારીઓમાં જુટી ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો