ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા આયોજિત 36 GNPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રોમાંચક મેચને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિહાળી હતી. મુખ્મંત્રીએ ખેલાડીઓ અને નગરજનોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. મુખ્યમંત્રી ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમી ખેલાડીઓ અને નગરજનો ઉત્સાહ વધાર્યો હતો.
ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે,ગાંધીનગર નોર્થ પ્રીમિયમ લીગ નાઇટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટનો આરંભ તા.૦૨ મે, ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યો હતો. ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટમાં કુલ ૧૮૮ ટીમો સહભાગી બની હતી. છેલ્લા ૪૮ દિવસથી આ ટુર્નામેન્ટ ચાલે છે.આ ટુર્નામેન્ટને ગ્રાઉન્ડ પર આવીને ૧ લાખથી વધુ નગરજનોએ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ૪ લાખથી વધુ લોકોએ વિવિઘ મેચોને નિહાળી છે.આજે ફાઇનલમાં વિજેતા થનાર ટીમને રૂ. ૧ લાખ ૨૬ હજારનો ચેક અને રનર ટીમને રૂ.૫૧ હજારનો ચેક અને ટ્રોફી અર્પણ કરવામાં આવશે.
કાર્યક્રમના આરંભે ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય રીટાબેન કેતનકુમાર પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રીએ ફાઈનલ મેચ રમનાર કષ્ટભંજન ઇલેવન અને શિવ ઇલેવન ટીમના ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી ટોસ કરાવીને ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટમાં સહભાગી બનેલ તમામ ટીમોના ખેલાડીઓને ખેલદિલીથી રમવા બદલ અભિનદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ રૂચિર ભટ્ટ, પૂર્વ ઘારાસભ્ય અશોકભાઇ પટેલ, ગાંધીનગરના અગ્રણી કેતનભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.