July 26, 2026
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે વડોદરામાં રોડ શો કર્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે વડોદરામાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન ભારતીય સેનાની કર્નલ સોફિયા કુરેશીના પરિવારે પણ રોડ શોમાં ભાગ લીધો હતો. કર્નલ સોફિયાની માતા, ભાઈ અને બહેને પીએમ મોદી રોડ શો દરમિયાન ફુલો વરસાવ્યા હતા.

પીએમ મોદીએ કર્નલ સોફિયાના પરિવારનું કર્યું અભિવાદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા હતા તે દરમિયાન કર્નલ સોફિયા કુરેશીના પરિવારે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પણ હાથ જોડીને તમામ પરિવારના સભ્યોનું અભિવાદન કર્યું હતું. કર્નલ સોફિયાના પિતા તાજ મોહમ્મદ કુરેશીએ કહ્યું કે પીએમ મોદીએ અમને ઓળખ્યા અને હાથ જોડીને પ્રણામ કર્યા.

આખા દેશની દીકરી – કર્નલ સોફિયાની માતા

કર્નલ સોફિયા કુરેશીની માતા હલીમા કુરેશીએ કહ્યું કે આ ખૂબ સારી વાત છે કે અમે બધા ભેગા મળીને તેમનું સ્વાગત કરી રહ્યા છીએ. તેઓ આપણા દેશના વડાપ્રધાન છે, તેથી તેમનું સ્વાગત થવું જોઈએ. સોફિયા ફક્ત અમારી દીકરી જ નહીં પણ આપણા દેશની દીકરી છે અને તેણે જે કંઈ કર્યું છે તે મહાન છે અને આપણે તેને આગળ વધારવું જોઈએ.

મહિલાઓ કોઈના પણ ઓછી નથી – કર્નલ સોફિયાની બહેન

કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારાએ કહ્યું કે એ ગર્વની વાત છે કે આપણા વડાપ્રધાન હંમેશા આગળ ઉભા રહે છે અને દેશના લોકોને ખાતરી આપે છે કે તેઓ હંમેશા આપણી સાથે છે. આજે પીએમ મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગ બે મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી, મારી બહેન – કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ. આ દુનિયાને સંદેશ હતો કે મહિલાઓ કોઈના પણ ઓછી નથી

Related posts

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

Ahmedabad Samay

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્રથી ધો.૩ થી ૧૦ના પુસ્તકોમાં થશે ફેરફાર

Ahmedabad Samay

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કૂતરાને સાચવવા બાબતે થઇ માથાકૂટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો