વિદ્યાર્થીઓ પર રુપિયા 8 કરોડનો બોજ વધશે. 20 હજારથી વધુ ફીમાં 5 ટકાનો વધારો કરાયો છે. સિન્ડીકેટની બેઠકમાં ફી વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એમએસ યુનિવર્સિટીમાં 3 વર્ષ બાદ ફ્રીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. સિન્ડીકેટની બેઠકમાં ફી વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓએ વધુ ફી ચૂકવવી પડશે.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ બાદ ફીમાં જંગી વધારો થયો છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
20,000 રૂપિયાથી વધુની ફીમાં 5 ટકા અને 20,000 રૂપિયાથી ઓછી ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે મળેલી સિન્ડિકેટની બેઠકમાં ફી વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફી વધારાથી વિદ્યાર્થીઓમાં રોષ છે. MS યુનિવર્સિટીમાં ફી વધારાથી 50 હજાર વિદ્યાર્થીઓ પર 8 કરોડનો બોજ વધશે.
ગુજરાતમાં ફી વધારાને લઈને સ્કૂલોમાં ખાસ કરીને આ સમસ્યા વાલીઓ માટે મુશ્કેલી ઉભી કરી રહી છે ત્યારે હવે કોલેજોમાં પણ ફીમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ વડોદરા એમએસ યુનિવર્સિટી કે, જયાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા આવી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓની ફી વધારે ભરવી પડશે.