August 7, 2026
ગુજરાત

PM નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ-શો યોજ્યો

ભુજથી સીધા અમદાવાદ આવી પહોંચેલા PM નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ-શો યોજ્યો હતો, જેમાં તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા.

અમદાવાદમાં ભવ્ય રોડ શો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈના રોડ-શો દરમિયાન લોકો રસ્તાની બંને તરફ હાથમાં તિરંગા સાથે ઉપસ્થિત રહીને PM મોદીને ઉષ્માભેર આવકારી રહ્યા હતા. વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ અને તેમના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રોડ શોના રૂટ પર 19 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા, જ્યાં અલગ અલગ ધર્મના નાગરિકો દ્વારા PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સ્વાગતથી સમગ્ર અમદાવાદ જાણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ઉષ્માભર્યો આવકાર:
અમદાવાદમાં રોડ શો પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સીધા જ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે જવા રવાના થયા હતા. તેમને આવકારવા માટે સર્કિટ હાઉસ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને મેયર સહિતના મહાનુભાવો વડાપ્રધાનના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા.

આ રોડ શો અંગેની અંકુલ પલો CM ભુપેન્દ્રભાઈ પટેલે તેમના X એકાઉન્ટ પર જારી કરી

https://twitter.com/i/broadcasts/1mrGmPZnplMKy

Related posts

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલ નિમણુંક

Ahmedabad Samay

65 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2.02 કરોડની વધારાની ફી ઉઘરાવી,બે દિવસમાં જ વધારાની ફી પરત આપવા DEOનો આદેશ

Ahmedabad Samay

રબારી સમાજનો પ્રેરણા અને આવકારદાયક નિર્ણય લેવાયો લગ્નમાં ૧૫ તોલા સોનુ આપવાની પ્રથા બંધ

Ahmedabad Samay

હાર્દિક પટેલે કોંગ્રેસને આખરે કરી દીધું ટાટા બાય-બાય, ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ, હાર્દિકે કર્યા ચોંકાવનારા ખુલ્લાસા

Ahmedabad Samay

પ્રધાનમંત્રીની ચિંતા વધી, ચાર રાજ્યના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઇ ચર્ચા કરી

Ahmedabad Samay

હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની ચૂંટણી યોજાઈ:આદર્શ પેનલના સભ્યોની જીત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો