July 4, 2026
દેશ

જમ્મુ કશ્મીરના કુલગામમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણમાં બે સેનાના જવાન શહીદ થયા, ૧૦ સૈનિકો ઘાયલ

જમ્‍મુ અને કાશ્‍મીરના કુલગામથી સૈના અને આતંકવાદીઓ વચ્‍ચે અથડામણ થઈ. આ અથડામણમાં બે સેનાના જવાન શહીદ થયા. તે જ સમયે, ૧૦ સૈનિકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ અથડામણમાં સેનાએ એક આતંકવાદીને પણ ઠાર માર્યો છે. તમને જણાવી દઈએ કે કુલગામમાં ૯મા દિવસે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્‍ચે અથડામણ ચાલુ છે. દુર્ગમ જંગલ વિસ્‍તારમાં આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળો ડ્રોન અને હેલિકોપ્‍ટર સહિત તમામ જરૂરી માધ્‍યમોનો ઉપયોગ કરી રહ્યા છે. ચિનાર કોર્પ્‍સે આ વાતની પુષ્ટિ કરતા ટ્‍વિટ કર્યું છે. આ ટ્‍વીટમાં લખ્‍યું છે કે અપડેટઃ ઓપી અખાલ, કુલગામ… ચિનાર કોર્પ્‍સ રાષ્‍ટ્ર માટે પોતાની ફરજ બજાવતા બહાદુર, લેફ્‌ટનન્‍ટ કર્નલ પ્રિતપાલ સિંહ અને સિપાહી હરમિંદર સિંહના સર્વોચ્‍ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપે છે. તેમની હિંમત અને સમર્પણ આપણને હંમેશા પ્રેરણા આપતા રહેશે. #IndianArmy ઊંડા શોક વ્‍યક્‍ત કરે છે અને શોકગ્રસ્‍ત પરિવારો સાથે એકતા વ્‍યક્‍ત કરે છે.

જમ્‍મુ અને કાશ્‍મીરના કુલગામના અખાલ જંગલ વિસ્‍તારમાં ચાલી રહેલ એન્‍કાઉન્‍ટર ખીણમાં સૌથી લાંબા આતંકવાદ વિરોધી ઓપરેશનમાંનું એક છે. ૧ ઓગસ્‍ટથી શરૂ થયેલા આ એન્‍કાઉન્‍ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. દક્ષિણ કાશ્‍મીર જિલ્લાના અખાલના જંગલ વિસ્‍તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્‍યા બાદ સુરક્ષા દળોએ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

Related posts

ICC એ ટેસ્ટ રેન્કીંગ જાહેર કરી

Ahmedabad Samay

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો

Ahmedabad Samay

અર્નબ ૧૮ નવેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડીમાં

Ahmedabad Samay

ડેલ્ટા વેરિયન્ટના સાત કેસ સામે આવતા ચિંતા વધી

Ahmedabad Samay

વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રથમ તબક્કો આજે સાંજે સમાપ્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો