September 13, 2024
દેશ

ડેલ્ટા વેરિયન્ટના સાત કેસ સામે આવતા ચિંતા વધી

મધ્યપ્રદેશમાં કોવિડના ‘ડેલ્ટા વેરિયંટ’નો કેસ સામે આવ્યો છે. ભોપાલનાં ૬૪ વર્ષનાં મહિલાનો ગયા મહિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, અને તેઓ હજુય સારવાર હેઠળ છે. દેશમાં અત્યારસુધી ‘ડેલ્ટા વેરિયંટ’ના સાત કેસ સામે આવ્યા છે. તેમના કોન્ટેક્ટમાં આવેલા ૨૦ લોકોના પણ ટેસ્ટ કરાયા છે. આ મહિલાનું સેમ્પલ ૨૫ દિવસ પહેલા લેવાયું હતું. તેમના સહિત ૧૬ સેમ્પલને આઈસીએમઆરને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા, જેમાં મહિલાને ડેલ્ટા-પ્લસ વેરિયંટનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડ્યું હતું.

મહિલાના દીકરાને પણ તેમની સાથે કોરોના થયો હતો. જોકે, તેઓ હાલ રિકવર થઈ ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી ધરાવતા. વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા મહિલા દર્દી હાલ પણ ઘરે જ આઈસોલેશનમાં રહીને સારવાર લઈ રહ્યા છે.

મધ્યપ્રદેશના મેડિકલ એજ્યુકેશન મંત્રી વિશ્વાસ સારંગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજુય નિયંત્રણો હળવા નથી કરાયા. કેસ ભલે ઘટી રહ્યા હોય, પરંતુ ટેસ્ટિંગમાં ઘટાડો નથી કરાયો. સેમ્પલ્સને જિનોમ સિક્વન્સિંગ માટે નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલમાં પણ મોકલાઈ રહ્યા છે.

કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ના ધરાવતી મહિલાને કઈ રીતે ડેલ્ટાપ્લસ મ્યુટેશનનો ચેપ લાગ્યો તે શોધવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ વેરિયંટ માર્ચ ૨૦૨૧માં યુરોપમાં જોવા મળ્યો હતો. એક્સપર્ટ્સનું માનીએ તો, આ વેરિયંટ મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલને પણ ભેદી શકે છે. સૂત્રોનું માનીએ તો આરોગ્ય ખાતાના અધિકારીઓના ધ્યાન એવું પણ આવ્યું છે કે મહિલા દર્દીના ઘરની આસપાસ ચામાચિડિયા રહે છે, અને ઘણીવાર તે ઘરમાં પણ ઘૂસી જાય છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, મહિલાના ઘરના વરંડામાં પણ અનેક ચામાચિડિયા છે, અને ઘરમાં ઘૂસીને તેઓ ઘણીવાર બોર ખાઈ જાય છે, અને તેનો કેટલોક ભાગ ઘરની અંદર જ રહી જાય છે. નીતિ આયોગના મેમ્બર વીકે પૉલના જણાવ્યા અનુસાર ડેલ્ટા પ્લસ વેરિયંટ ચિંતાજનક છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી હાલ ઉપલબ્ધ નથી

Related posts

ઋષભ પંતના અકસ્માત વેળાએ મદદે આવેલા બસ ચાલકને ઉત્તરાખંડ પોલીસ દ્વારા સન્માનિત કરાશે

Ahmedabad Samay

આપના મોબાઇલમાં આજે દેખાશે વોટ્સએપ “એપનું” સ્ટેટસ

Ahmedabad Samay

મોંઘવારીનો આંક પહોંચ્યો ૭.૩૯ ટકાએ

Ahmedabad Samay

સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા: મોહન ભાગવત

Ahmedabad Samay

હવે ભારતના જમ્મુ કાશ્મીરમાં જરૂર છે હિન્દૂ આંતકી સંગઠની: ધર્મ રક્ષક

Ahmedabad Samay

હવે ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ હવે ધારાશિવ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો