ઈન્ટીરિયર ડિઝાઈનરને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અલીબાગની એક કોર્ટે અર્નબને ૧૮ નવેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. કોર્ટે મોડી રાત્રે સુનાવણી કરીને જેમાં આ આદેશ આપ્યો છે.
બીજી તરફ અર્નબે પણ જામીન અરજી દાખલ કરી હતી જેની સામે કોર્ટે તપાસ અધિકારીને જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. અર્નબના વકીલ ગૌરવ પારકરે કહ્યું કે અલીબાગની એક કોર્ટમાં પોલીસે ગોસ્વામીને ૧૪ દિવસની કસ્ટડી માટે કહ્યું હતું. અર્ણબ સાથે આ કેસમાં સહ આરોપી ફિરોઝ શેખ અને નીતેશ શારદાને પણ કોર્ટે ૧૪ દિવસની જયુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.
રાયગઢ પોલીસની ટીમે અર્નબની બુધવારે સવારે તેના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી હતી. અર્નબ ગોસ્વામીએ પોલીસે તેની સાથે ઝપાઝપી કરી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસે આઈપીસીની કલમ ૩૦૬ (આત્મહત્યા માટે દુષ્પ્રેરણા) અને ૩૪ હેઠળ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. અર્નબના વકીલે પણ પોલીસ દ્વારા હાથ ઉપાડવામાં આવ્યો હોવાના આરોપ લગાવ્યા.
પારકરે કહ્યું કે કોર્ટે મારામારીના આરોપોને ધ્યાનમાં રાખીને પોલીસને મેડિકલ તપાસ માટે ગોસ્વામીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે કહ્યું છે. મેડિકલ બાદ ગોસ્વામીને ફરી સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવશે. પોલીસે જણાવ્યું કે ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાયક અને તેમના માતાએ રિપબ્લિક ટીવી દ્વારા કથિત ચુકવણી ના કરવા બદલ ૨૦૧૮માં ધરપકડ કરી હતી. આ વર્ષે મેમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે તેમણે અન્વયની દીકરી આજ્ઞા નાયકની ફરિયાદ પછી આ મામલે ફરી તપાસના આદેશ આપ્યા છે.
અન્વય નાયક અને તેમના માતા અલીબાગના કાવીર ગામમાં આવેતા તેમના ફાર્મહાઉસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને તેમની પાસેથી ઈંગ્લિશમાં લખેલી સ્યૂઈસાઈડ નોટ મળી હતી. જેમાં ત્રણ કંપનીઓ પાસેથી લેવાના નીકળતા રુપિયા પરત ના મળતા તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
મૃતકની પત્ની અક્ષતાએ એજીઆર આઉટલેયરના અર્નબ ગોસ્વામીએ બોમ્બે ડાઈંગ સ્ટૂડિયો પ્રોજેકટના ૮૩ લાખ રુપિયા નહોતા ચૂકવ્યા. સ્કીમીડિયાના ફિરોઝ શેખ અને સ્માર્ટ વર્કના નિતેશ સારદાએ પણ કુલ ૪.૫૫ કરોડ રુપિયા નહોતા ચૂકવ્યા. અક્ષતાએ અર્નબ સામે અન્વયને આપદ્યાતની દુષ્પ્રેરણા આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફિરોઝ અને સારદાના નામ પણ હતા.