August 8, 2026
દેશરમતગમત

એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ ભારત નવમી વખતે એશિયા કપ જીત્યું

એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ ભારત નવમી વખતે એશિયા કપ જીત્યું છે. તિલક વર્માએ મેચ વિનિંગ ઇનિંગ રમી. તેણે 53 બોલમાં 69 બનાવ્યા.

રવિવારે, ભારતે 20મી ઓવરના ચોથા બોલ પર 147 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. રિંકુ સિંહે ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી. તિલક વર્મા 69 રન બનાવીને અણનમ રહ્યા.

અગાઉ, દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ.
પાકિસ્તાનને 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ કરી દીધું. કુલદીપ યાદવે 4 વિકેટ લીધી, જેમાં તેણે પોતાની સ્પેલની છેલ્લી ઓવરમાં 3 વિકેટ ઝડપી.

જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સાહિબઝાદા ફરહાને સૌથી વધુ 57 રન બનાવ્યા. પાકિસ્તાનનો સ્કોર એક સમયે 1 વિકેટે 113 રન હતો. અહીંથી, તેમણે આગામી 43 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી. જસપ્રીત બુમરાહએ હારિસ રઉફને બોલ્ડ કર્યો. આ પછી, તેણે જેટ ક્રેશનો ઈસારો કરીને રઉફને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો.

Related posts

ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2025 માં શાનદાર શરૂઆત કરી છે. કાલે રમાયેલી પૂલ બીની મેચમાં ભારતે થાઈલેન્ડને 11-0 ના વિશાળ માર્જિનથી હરાવ્યું

Ahmedabad Samay

WTC Final: ખેલાડીઓ કોવિડ પોઝિટિવ હોવા છતાં પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી શકશે, રિપોર્ટ આવ્યો સામે

Ahmedabad Samay

“નિસર્ગ ”મુંબઈમાં નહિ કરી શક્યું ભારે નુકશાન

Ahmedabad Samay

લોકડાઉન ૫.૦ માટે તૈયારી, સૂત્રો અનુસાર ૧૫ જૂન શુધી લોકડાઉન લંબાવાય તેવી આશંકા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો