September 22, 2026
અપરાધદેશ

કાર બ્લાસ્ટને તપાસ એજન્સીઓ આ ઘટનાને જૈસ-એ-મોહમ્મદ સંગઠનનો આત્મઘાતી આતંકી હુમલો માની રહી છે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સોમવારે સાંજે એક ભયાનક આતંકવાદી હુમલાથી ધ્રૂજી ઉઠી હતી. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા એક શક્તિશાળી કાર બ્લાસ્ટને તપાસ એજન્સીઓ આ ઘટનાને આત્મઘાતી આતંકી હુમલો માની રહી છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર, વિસ્ફોટકોથી ભરેલી એક હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર ટ્રાફિક સિગ્નલ પર ઊભી રહી ત્યારે તેમાં ધડાકો થયો હતો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વાહનો અને ઇમારતોને ગંભીર નુકસાન થયું હતું.

આ હુમલાના તાર માત્ર ૧૮ કલાક પહેલા ફરીદાબાદ અને સહારનપુરમાં પકડાયેલા આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા હોવાની પ્રબળ આશંકા છે. રવિવારે, જમ્મુ-કાશ્મીર, યુપી અને હરિયાણા પોલીસના સંયુક્ત ઓપરેશને જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથે જોડાયેલા એક ‘વ્હાઈટ કોલર’ સ્લીપર સેલનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ફરીદાબાદની યુનિવર્સિટીના એક આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મુઝમ્મિલ ગનૈ, ડૉ. આદિલ રાઠર (સહારનપુરથી ધરપકડ) અને લખનઉની એક મહિલા ડૉક્ટર શાહીન પણ સામેલ છે.
પોલીસે ફરીદાબાદના એક એપાર્ટમેન્ટમાંથી ૨૯૦૦ કિલોથી વધુ વિસ્ફોટક (એમોનિયમ નાઇટ્રેટ), એકે-૪૭ એસોલ્ટ રાઇફલ, પિસ્તોલ, ૨૦ ટાઈમર, રિમોટ કંટ્રોલ અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી હતી.

સૂત્રોનું માનવું છે કે આ મોડ્યુલનો ફરાર સભ્ય ડૉ. ઉમર મોહમ્મદ જ આઇ-૨૦ કારમાં સવાર આત્મઘાતી હુમલાખોર હોઈ શકે છે.
આ ઘટના બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અયોધ્યા રામ મંદિર સહિત દેશના સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Related posts

ઘર વપરાશના ખર્ચમાં થશે વધારો,બાથ અને લોન્ડ્રી સાબુ, ડિટર્જન્ટ અને અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો

Ahmedabad Samay

પતિએ ” તારે મરવું હોયતો મરિજા” કહેતા પત્ની એ સાબરમતી નદીમાં જીવ ટૂંકાવ્યું

Ahmedabad Samay

મહારાષ્ટ્રમાં ૨૮ માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય

Ahmedabad Samay

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના, લુખ્ખાતત્વો બન્યા બેફામ

Ahmedabad Samay

ગુજરાતમાં પણ ‘ લવ જેહાદ ‘ વિરુદ્ધ કાયદાના ભણકારા

Ahmedabad Samay

દેશમાં સર્જાઈ કોલસાની અછત,ભારતમાં ચાર દિવસ બાદ વીજળી ગુલ થવાના એંધાણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો