August 7, 2026
ધર્મ

નવું વર્ષ ૨૦૨૬ જ્યોતિષીય અને ધાર્મિક રીતે ખૂબ જ ખાસ અને દુર્લભ રહેવાનું,આ વર્ષ ૧૨ મહિનાના બદલે ૧૩ મહિનાનું રહેશે

નવું વર્ષ ૨૦૨૬ જ્યોતિષીય અને ધાર્મિક રીતે ખૂબ જ ખાસ અને દુર્લભ રહેવાનું છે. આ વર્ષે જેઠ માસમાં ‘મળમાસ’ (અધિક માસ) આવવાનો હોવાથી વર્ષ ૧૨ મહિનાના બદલે ૧૩ મહિનાનું બની જશે. પંચાંગ મુજબ, આગામી ૧૭ મે, ૨૦૨૬ થી ૧૫ જૂન, ૨૦૨૬ સુધી મળમાસ ચાલશે. આ સમયગાળા દરમિયાન લગ્ન, જનોઈ, મુંડન, ગૃહપ્રવેશ કે નવા વ્યવસાયના પ્રારંભ જેવા તમામ શુભ કાર્યો વર્જિત ગણવામાં આવે છે.
શું છે મળમાસ અને તેનું વિજ્ઞાન?
ભારતીય ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબ, ચંદ્ર વર્ષ (આશરે ૩૫૪ દિવસ) અને સૌર વર્ષ (આશરે ૩૬૫ દિવસ) વચ્ચે દર વર્ષે ૧૧ દિવસનો તફાવત સર્જાય છે. આ તફાવતને સંતુલિત કરવા માટે દર અઢી થી ત્રણ વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને આપણે ‘અધિક માસ’ અથવા ‘મળમાસ’ કહીએ છીએ. જો આ વ્યવસ્થા ન હોત, તો આપણા તહેવારો ઋતુઓ મુજબ ન આવતા ભટકી ગયા હોત. મળમાસને કારણે જ હોળી હંમેશા વસંતમાં અને દિવાળી શરદ ઋતુમાં આવે છે.
‘પુરુષોત્તમ માસ’ નામ પાછળની કથા
મળમાસને સામાન્ય રીતે શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે, પરંતુ ધાર્મિક રીતે તેનું મહત્વ અપાર છે. પૌરાણિક કથા મુજબ, જ્યારે કોઈ દેવતાએ આ વધારાના મહિનાનો સ્વામી બનવા તૈયાર ન હતા, ત્યારે ભગવાન વિષ્ણુએ તેને સ્વીકાર્યો અને પોતાનું નામ ‘પુરુષોત્તમ’ આ મહિનાને આપ્યું. ત્યારથી આ માસ ભગવાન વિષ્ણુની ભક્તિ માટે સર્વોત્તમ મનાય છે. પદ્મ પુરાણ અનુસાર, આ મહિનામાં કરેલા પુણ્ય કાર્યોનું ફળ કાર્તિક કે માઘ માસ કરતા પણ વધુ મળે છે.
નિયમો અને સાવધાની
પુરુષોત્તમ માસ દરમિયાન સૂર્યોદય પહેલા સ્નાન, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, ગીતા પઠન અને તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં કરેલું દાન અને ઉપવાસ આર્થિક મુશ્કેલીઓ અને માનસિક અશાંતિ દૂર કરે છે. શાસ્ત્રોમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે જે વ્યક્તિ આ મહિનાની પવિત્રતાની અવગણના કરે છે, તેને અનેક જન્મો સુધી દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે. ઋષિ દુર્વાસા અને રાજા અંબરીશની વાર્તા આ મહિનાના મહત્વને સમજાવે છે.

Related posts

ગ્રહોનો રાજકુમાર બુધ ચાલશે ઉલટી ચાલ, આ રાશિના લોકોનું ભાગ્ય ખુલશે, થવા લાગશે બધા કામ

Ahmedabad Samay

શુક્રવાર ૨૩/૦૪/૨૦૨૧ ના રોજ છે કામદા એકાદશી. જાણો વ્રતની કથા અને ફાયદા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

રાખડીની થાળીમાં રાખો આ 5 વસ્તુઓ, ભાઈ-બહેનના સંબંધો બનશે મજબૂત, જાણો તેનું મહત્ત્વ

Ahmedabad Samay

PM મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રભુ શ્રી રામની ૭૭ ફૂટ ઊંચી અને કાંસ્ય ધાતુથી નિર્મિત પ્રતિમાંનુ અનાવરણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો