ર૬ થી ૩૦ સુધી કચ્છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે.
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાષાીનો ફરી એકવાર ગુજરાતમાં દિવ્ય દરબાર કચ્છમાં ગાંધીધામ ખાતે ર૬ થી ૩૦ તા. સુધી ભરાશે. ધીરેન્દ્ર શાષાીના ગાંધીધામના આ દિવ્ય દરબારને લઇને ફુલ પ્રુફ તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન બાગેશ્વર ધામની હનુમંત કથા માટે ધ્વજારોહણ અને બાઇક રેલી યોજવામાં આવી હતી, અને સાથે સાથે મંડપ મુર્હુત અને ધ્વજારોહણ આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. ગાંધીધામના આ દિવ્ય દરબારમાં રોજ ૩૦ થી ૪૦ હજાર લોકો આવવાની ધારણા છે.
