September 20, 2026
તાજા સમાચારદુનિયા

નોસ્ટ્રાડેમસના લખાણો મુજબ, જૂન ૨૦૨૬માં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની સંભાવના,માનવ સભ્યતા પર જોખમ વધશે

ઇતિહાસના સૌથી રહસ્યમય ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓ વર્ષ ૨૦૨૬ની શરૂઆત પહેલા ફરી એકવાર વૈશ્વિક મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ૧૬મી સદીમાં જન્મેલા આ ફ્રેન્ચ દ્રષ્ટાએ ૩૭૯૭ એડી સુધીની ઘટનાઓ નોંધી છે, જેમાંથી ૨૦૨૬ માટેની પાંચ આગાહીઓ અત્યંત ચિંતાજનક છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં ઇઝરાયલ-ઈરાન વચ્ચેના વધતા તણાવને જોતા ઘણા વિશ્લેષકો માની રહ્યા છે કે નોસ્ટ્રાડેમસની ચેતવણીઓ સાચી પડી રહી છે.
નોસ્ટ્રાડેમસના લખાણો મુજબ, જૂન ૨૦૨૬માં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની સંભાવના છે. રશિયા, અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચશે. વધુમાં, એક મોટા ‘નૌકા યુદ્ધ’ (Naval War) ની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં સમુદ્રમાં એક વિશાળ જહાજ ડૂબવાથી વિશ્વનું રાજકારણ બદલાઈ જશે. આ યુદ્ધ માત્ર જમીન પર જ નહીં પરંતુ સમુદ્રી માર્ગો અને વેપાર પર વર્ચસ્વ જમાવવા માટે પણ ખેલાશે.
: સૌથી ચોંકાવનારી આગાહી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને લઈને છે. નોસ્ટ્રાડેમસે ૫૦૦ વર્ષ પહેલાં સંકેત આપ્યો હતો કે ૨૦૨૬માં ટેકનોલોજી મનુષ્યના નિયંત્રણની બહાર જઈ શકે છે. AI માત્ર સહાયક સાધન રહેવાને બદલે પોતે નિર્ણયો લેતી ‘સુપર પાવર’ બની જશે. જો રોબોટ્સ અને મશીનો પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણયો લેવાનું શરૂ કરશે, તો તે માનવ સભ્યતા માટે સૌથી મોટું જોખમ સાબિત થઈ શકે છે.
નોસ્ટ્રાડેમસે ૨૦૨૬માં ભયાનક કુદરતી આફતોની પણ ચેતવણી આપી છે. આગાહી મુજબ, વર્ષ ૨૦૨૬માં અતિવૃષ્ટિ અને સમુદ્રના સ્તરમાં વધારો થવાથી દુનિયાના અનેક મોટા વિસ્તારો જળમગ્ન થઈ જશે.

જ્વાળામુખી ફાટવા અથવા ભીષણ ભૂકંપને કારણે સુનામી આવવાની પણ સંભાવના છે. જે રીતે ૨૦૨૫ના અંતિમ મહિનાઓમાં પેસિફિક ક્ષેત્રમાં શક્તિશાળી ભૂકંપના આંચકા નોંધાયા છે, તે જોતા પર્યાવરણશાસ્ત્રીઓ પણ ચિંતામાં મુકાયા છે.
યુદ્ધ અને કુદરતી હોનારતોની સીધી અસર વિશ્વના અર્થતંત્ર પર પડશે. નોસ્ટ્રાડેમસના મતે, ૨૦૨૬માં વિશ્વ એક ભયાનક આર્થિક મંદીનો સામનો કરશે, જેમાં મોંઘવારી અને બેરોજગારી આસમાને પહોંચશે. લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે સંઘર્ષ કરતા જોવા મળશે. જોકે, આ ભવિષ્યવાણીઓ કેટલી સાચી પડશે તે તો સમય જ બતાવશે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા સાવચેતી રાખવી અનિવાર્ય જણાય છે

Related posts

આ વિટામિનની ઉણપથી થાય છે શરીરમાં બળતરા-ત્વચાના રોગો, તરત જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો

Ahmedabad Samay

ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્‍ડ કપનું શિડ્‍યુઅલ જાહેર,અમદાવાદમાં રમાશે ભારત પાકિસ્તાન મેચ,

Ahmedabad Samay

ઈટાલીના સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં મહેસાણાની દીકરી આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો

Ahmedabad Samay

કલમ ૩૭૦ હવે ઈતિહાસ બની,૪ વર્ષ,૪ મહિના, ૬ દિવસ બાદ મોદી સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે મહોર મારી

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખવાની રેસમાં સૌથી આગળ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો