August 8, 2026
Otherદેશ

આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ આ ઝેરી વાયુ લીકેજ થતા ૧૦ ના મોત, અનેક ની હાલત ગંભીર

પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે સવારે ૨.૩૦ વાગે ની સુમારે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં  ગેસ લીકેજના કારણે એક બાળક સહિત ૧૦ લોકોના મોત  થયા છે. જયારે ૧૦૦થી વધુ લોકોની હાલત ગંભીર છે. ૧૦૦૦થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ગેસ લીકેજથી ૩ કિમી સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સુરક્ષા પગલે ૦૬ જેટલા ગામડાઓને ખાલી કરાવાયા છે. પ્લાન્ટથી  ગેસ લીક થયો છે તે સ્ટાઈરીન હોવાનું કહેવાય છે. પ૦૦૦થી વધુ લોકોને ગેસ લીકેજ ની અસર થઇ  છે. ૩૧૬ લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. મળતી માહિતી મુજબ વિશાખાપટ્ટનમના આર.આર  વેંકટપુરમ ગામમાં એલજી પોલિમર ઉદ્યોગમાં રાસાયણિક ગેસ  લીક થયો. આ જ કારણે ત્યાં હાજર લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ ઊભી થતા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

પીએમ નરેન્દ્ર મોદી આ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે સ્થિતિની સમીક્ષા કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક બેઠક બોલાવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે મેં વિશાખાપટ્ટનમની સ્થિતિ અંગે ગૃહ મંત્રાલય અને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી ના અધિકારીઓ સાથે વાત કરી છે જેના પર બાજ નજર રાખવામાં આવી રહી છે. હું વિશાખાપટ્ટનમમાં તમામની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું. પીએમ મોદીએ આંધ્ર પ્રદેશના સીએમ વાય એસ જગનમોહન રેડ્ડી સાથે વાતચીત કરી છે. તેમને તમામ મદદ અને સહાયતાનું આશ્વાસન આપ્યું છે.

ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે આ ઘટના પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ છે કે વિશાખાપટ્ટનમમાં ઘટેલી ઘટના પરેશાન કરનારી છે. સ્થિતિ પર સતત અને બારીકાઈથી નજર રાખી રહ્યાં છીએ. હું વિશાખાપટ્ટનમના લોકોના સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

સ્ટાઈરિન ગેસની શરીર પર અસર શ્વાસ લેવામાં તકલીફ, શરીર પર રેશીઝ, આંખોમાં બળતરા, ઉલટી થવી, બેહોશ થઈ જવું.

સ્ટાઈરિન ગેસ કેટલો ખતરનાક?

* આ  ગેસ પ્લાસ્ટિક, પેઈન્ટ, ટાયર જેવી ચીજો બનાવવામાં ઉપયોગી

* શરીરમાં પ્રવેશતા બળતરા, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર સીધી અસર

*સ્ટાઈરિન ગેસ બાળકો, શ્વાસના દર્દીઓ માટે  ખુબ જોખમી સ્થિતિમાં કેવી રીતે રાખશો સાવધાની

* જરાય દોડવું જોઈએ નહીં

* મોઢા પર ભીનું કપડું રાખવું જોઈએ.

*દર્દીને સૂવાડીને લાંબા  શ્વાસ લેવડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તે શ્વાસ ન લઈ શકે તો ઓકસીજનની સહાયતા અકીલા લેવી જોઈએ.

હજુ પણ ગેસ લીકેજ થવાનું કારણ જાણવા મળ્યું નથી. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન  રેડ્ડીએ આ ઘટના અંગે જાણકારી લીધી છે અને જિલ્લા કલેકટરને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે પ્રભાવિત લોકોને યોગ્ય સારવાર મળે. સ્થાનિક પ્રશાસન આસપાસના વિસ્તારને ખાલી કરાવામાં લાગી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયા છે. સૌથી વધારે અસર બાળકો અને વૃદ્ઘો પર જોવા મળી રહી છે. ૫૦૦૦ થી વધુ લોકો બીમાર પડયા છે. ૩ કિમીના વિસ્તારમાં ઝેરી ગેસ ફેલાયો છે. ગેસ લીકેજ થયા બાદ ૧૦૦૦થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં ૩૧૬ લોકોની હાલત ખૂબ જ ગંભીર કહેવાય છે. તેમાં મોટાભાગે બાળકો અને વૃદ્ઘો છે. તેમની સ્થિતિ બગડતી દેખાય છે. લોકોને સરકારી હોસ્પિટલની સાથો સાથ ખાનગી હોસ્પિટલોમાં પણ લઇ જવાઇ રહ્યા છે. આ સિવાય કંપની આસપાસની તમામ હોસ્પિટલોને એલર્ટ પર રાખ્યા છે. સ્થાનિક પ્રશાસનના મતે સતત એમ્બયુલન્સમાં લોકોને લાવવામાં આવી રહ્યા છે. અત્યારે શરૂઆતમાં ૨૦૦૦ બેડ તૈયાર કરાયા છે જેથી કરીને કોઇપણ સ્થિતિને ઉકેલી શકાય. આખા વિસ્તારને ખાલી કરી દેવાયો. પાંચ ગામને ખાલી કરી દેવાયા છે.

 

Related posts

લગ્નના ૦૯ વર્ષ બાદ ૩૦ વર્ષીય પરિણિત મહિલાને ખબર પડી કે તે ‘પુરૂષ’ છે !

Ahmedabad Samay

અમદાવાદના અનેક વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ,ઉમેદપુરમાં ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો

Ahmedabad Samay

સુરત ખાતે યોજાયેલ ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં અમદાવાદ જિલ્લા ના ચેમ્પયનસ કરાટે એકેડેમીના વિદ્યાર્થીઓએ મારી બાજી

Ahmedabad Samay

છૂટક ફુગાવો ૮ વર્ષની ટોચે પહોંચ્‍યા બાદ એપ્રિલ ૨૦૨૨માં જથ્‍થાબંધ ફુગાવાએ પણ નવો રેકોર્ડ બનાવ્‍યો હતો.

Ahmedabad Samay

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા, સી.પી. રાધાકૃષ્ણન બન્યા નવા ઉપરાષ્ટ્રપતિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો