August 25, 2026
અપરાધ

અમદાવાદ શહેરની સાત જેટલી સ્‍કૂલને આજે વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

અમદાવાદ શહેરની સાત જેટલી સ્‍કૂલને આજે વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી,

જેમાં સંત કબીર સ્‍કૂલની ૩ બ્રાન્‍ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્‍ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્‍કૂલ તથા વષાપુરની સ્‍કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્‍યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્‍યાને લઈ તાત્‍કાલિક પોલીસ, બોમ્‍બ સ્‍ક્‍વોડ અને ક્રાઈમ બ્રાન્‍ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે.

વહેલી સવારે આવ્‍યો ધમકીભર્યો ઈમેલ

મળતી માહિતી અનુસાર, આજે સવારે અમદાવાદની સંત કબીર સ્‍કૂલની ૩ બ્રાન્‍ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્‍ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્‍કૂલ તથા વષાપુરની સ્‍કૂલ શરૂ થયાના ગણતરીના સમયમાં જ સ્‍કૂલ વહીવટી તંત્રને બોમ્‍બ અંગેનો ઈમેલ મળ્‍યો હતો. સ્‍કૂલ મેનેજમેન્‍ટે વિલંબ કર્યા વગર તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે બંને સ્‍કૂલ દ્વારા વાલીઓને મેસેજ અને ફોન દ્વારા તાત્‍કાલિક જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને ઘરે લઈ જાય. અચાનક શાળાએથી તેડવા માટેનો મેસેજ મળતા જ વાલીઓ મોટી સંખ્‍યામાં સ્‍કૂલએ પહોંચ્‍યા હતા.

પોલીસ અને બોમ્‍બ સ્‍ક્‍વોડ એક્‍શનમાં

ધમકીની ગંભીરતાને જોતા અમદાવાદ પોલીસ, ક્રાઈમ બ્રાન્‍ચ અને BDDS (Bomb Detection and Disposal Squad) ની ટીમો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી. શાળાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્‍યું છે. મેટલ ડિટેક્‍ટર અને સ્‍નિફર ડોગ્‍સની મદદથી દરેક ક્‍લાસરૂમ, મેદાન અને કેન્‍ટીનની તપાસ કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને સલામત સ્‍થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વાલીઓમાં ચિતાનું મોજું

શાળાને બોમ્‍બની ધમકી મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્‍યામાં વાલીઓ શાળાએ દોડી આવ્‍યા હતા. અગાઉ પણ અમદાવાદની અનેક શાળાઓને રશિયન ડોમેન ધરાવતા ઈમેઈલ આઈડી પરથી આવી ધમકીઓ મળી ચૂકી છે, જે મોટાભાગે અફવા સાબિત થઈ હતી. જોકે, પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

સાયબર ક્રાઈમની તપાસ

આ ઈમેઈલ ક્‍યાંથી આવ્‍યો અને તેનો આઈપી (IP) એડ્રેસ કયું છે તેની તપાસ સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્‍યા મુજબ, શાંતિ ડહોળવાના હેતુથી કોઈએ આ તોફાન કર્યું છે કે ખરેખર કોઈ મોટું કાવતરું છે, તે તપાસ બાદ જ સ્‍પષ્ટ થશે

Related posts

કૃષ્ણનગરના પી.આઇ. એ.જે.ચૌહાણની બુટલેગરો સામે લાલઆંખ

Ahmedabad Samay

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad Samay

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યું

Ahmedabad Samay

રામોલ વિસ્તારમાં નામ બદનામ કરવામાં બદલે એક યુવકની હત્યા કરાઇ

Ahmedabad Samay

હિંમતનગરના બુટલેગરને 156 બીયરના ટીન આપવા કારમાં નીકળેલા બે બુટલેગરોને શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી દબોચ્યા

Ahmedabad Samay

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો