September 27, 2026
ગુજરાતઅપરાધ

ભરૂચમાં ઝડપાયો અસલી સોનાનો નકલી કારોબાર!!! 4 ની ધરપકડ કરી 200 ગ્રામ અસલી અને 140 ગ્રામ નકલી સોનુ કબ્જે કરાયું

ભરૂચમાં ઝડપાયો અસલી સોનાનો નકલી કારોબાર!!! 4 ની ધરપકડ કરી 200 ગ્રામ અસલી અને 140 ગ્રામ નકલી સોનુ કબ્જે કરાયું

ભરૂચમાં ઝડપાયો અસલી સોનાનો નકલી કારોબાર!!! 4 ની ધરપકડ કરી 200 ગ્રામ અસલી અને 140 ગ્રામ નકલી સોનુ કબ્જે કરાયું
28m00
ભરૂચમાં સસ્ત કિંમતે સોનુ વેચવાની લાલચ આપી લોકોને ઠગી લેતા વધુ એક ટોળકી સપ્તાહના ટૂંકા સમયગાળામાં ઝડપાઇ છે.
સ્પેશિયન ઓપરેશન ગ્રુપ ની ટીમે 4 આરોપીઓની ધરપકડ કરી 16.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આગાઉ
અંકલેશ્વર
શહેર પોલીસે બે ગુનાઓનો ભેદ ઉકેલી મહિલા સહીત 6 આરોપીઓની આણંદ પોલીસ સાથે જોઈન્ટ ઓપરેશનમાં ધરપકડ કરી હતી.
આ ટોળકીઓ સાચું સોનુ બતાવી સસ્તી કિંમતે વેચવાની તૈયારી બતાવે છે લાલચમાં આવી ખરીદાર સોદો કરે ત્યારે પૈસા પડાવી રફુચક્કર થઇ જાય છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PI એ.એ.ચૌધરીએ પો.સ.ઇ. એ.વી.શિયાળીયા તથા પો.સ.ઈ. આર.એસ.ચાવડાને પોલીસ સ્ટાફ સાથે ફિલ્ડમાં એક્ટિવ રહેવા સૂચના આપી હતી. ચાર્ટર મુજબની કામગીરી અંગે ભરૂચ શહેર વિસ્તારમા SOG ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન PSI એ.વી.શિયાળીયા નાઓને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ સફેદ કલરની સ્વીફટ કારમાં ચાર ઇસમો સોનાના બિસ્કીટ લઇ વેચવા માટે ફરે છે. આ શખ્શો છેતરપીંડી કરવાના હેતુથી શેરપુરા વિસ્તારમાં ફરે છે જે હકિકત આધારે શેરપુરા બાયપાસ પાસે આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટ નજીક વોચ ગોઠવવામાં આવી હતી.
આ દરમ્યાન બાતમી હકિકતવાળી સ્વીફ્ટ કર નંબર GJ-12-FC-0515 આવતા તેને અટકાવી કારની તલાસી લેવામાં આવતા તેમા ચાર ઈસમ હતા જે ઈસમો પૈકી ઈબ્રાહિમ શાહ જુસબશાહ શેખ પાસેથી ઝડતી દરમ્યાન પેન્ટના ખિસ્સામાથી લાલ કાપડની નાની થેલીમા સોના જેવા ધાતુના બે બિસ્કીટ મળી આવ્યા હતા. આ ઉપરાંત બીજા ઈસમ રઝાક અલાના સોઢા નાઓના ઝડતી દરમ્યાન તેમના પેન્ટના ખિસ્સામાથી લાલ કાપડની નાની થેલીમા વધુ બે સોના જેવા ધાતુના બે બિસ્કીટ મળી આવ્યા હતા. આ સોનાના બિસ્કિટ બાબતે બીલ કે અન્ય આધાર પુરાવા માટે પુછતા સંતોષકારક જવાબ મળ્યો નહતો.
ચારેયની અટકાયત કરી સોના જેવી ધાતુના બિસ્કીટ જવેલર્સ પાસે ચેક કરાવતા મળી આવેલ ચાર બિસ્કીટ પૈકી બે બિસ્કીટ સોનાના તથા બે બિસ્કીટ નકલી હોવાનું સામે આવ્યું હતું. આ કિંમતી ધાતુ આ ઈસમો ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનુ જણાઈ આવતા આ મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ તેમજ ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરવામા આવેલ હતા. બનાવની આગળની કાયદેસર કાર્યવાહી ભરૂચ શહેર “બી” ડીવી. પો.સ્ટે. ને સોપવામાં આવેલ છે. બનાવની તપાસ પો.સ.ઈ. આર.એસ.ચાવડા એસ.ઓ.જી નાઓ દ્રારા કરવામા આવી રહેલ છે.
બનાવ સંદર્ભે SOG ના PI એ એ ચૌધરીએ જણાવ્યું હતું કે પકડાયેલ ઈસમો સોનના બિસ્કીટનુ વેચાણ કરે છે અને સોનાની હાલના બજાર ભાવ કરતા ઓછા ભાવે વેચવાનું કહી ખરીદનારને વિશ્વાસમા લઈ મોબાઈલમા સોનાના બિસ્કીટના ફોટા તથા વિડિયો મોકલી પોતાની પાસે રહેલ અસલ સોનાના બિસ્કીટ જોવા માટે આપી સોદો નક્કી કરે છે. આ બાદ ખરીદનાર પાસે બોગસ આગડીયા પેઢીમા પૈસા જમા કરાવી થોડા કલાકો પછી સોનુ ઘરે મળી જશે એવી ખાતરી આપી રૂપીયા આગડીયા પેઢી પર જમા લઈ અને ખરીદનારના આગડીયા પેઢી પરથી ગયા પછી આ બોગસ આગડીયા પેઢી બંધ કરી ફરાર થઈ જાય છે. આરોપી પૈકી આરોપી રઝાક દ્રારા આવી જ રીતે અમદાવાદ શહેર બાપુનગર ખાતે રહેતા એક વ્યક્તિ પાસેથી રૂપીયા ૧,૩૫,૦૦,૦૦૦/- લઈ વાત મુજબ ત્રણ કીલો સોનુ નહી આપી છેતરપીડી કરેલ હોવાનું જણાવે છે.

Related posts

૦૨ અઠવાડિયુ લંબાવ્યો લોકડાઉન.

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે “હેપ્પી ટીમ” દ્વારા એન્વાયરમેન્ટનો મેસેજ આપવા “ગ્રીન રન”નું આયોજન કરાયું

Ahmedabad Samay

કોંગ્રેસે વડાપ્રધાન મોદીનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમના માથા અને હાથ-પગ ગાયબ દર્શાવવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદના કૃષ્ણનગરમાં ૭ થી ૮ લોકોએ એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

Ahmedabad Samay

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત, અમિત ચાવડાએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે જ નહીં, સરકારી બાબૂઓ પણ…

Ahmedabad Samay

કાલે ગુજરાત રાબેતા મુજબ જ ચાલશે, ગુજરાતમાં ભારત બંધની અસર નહિ દેખાય: વિજય રૂપાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો