કોર્પોરેશન અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની રહેમ નજર હેઠળ ચાલતી પ્રદુષણ ફેલાવતી ફેક્ટરી યો અરુણ પટેલ નામના માણસ ખુલ્લા પ્લોટ માં વિરાટનગર વિસ્તારમાં સંતોષીનગર પાસે પતરા મારી પ્રદૂષણ ફેલાવતી ૬ થી ૭ ફેક્ટરી એક જ જગ્યાએ બનાવી ફેકટરીના અંદર જીવના જોખમે માણસો રાખી કામ કરાવવામાં આવે છે.
આ જગ્યા પર સ્વાસપણ ન લઈ શકાય તેવી દુર્ગંધ પણ મારે છે, દુર્ગંધ એટલી અસહ્ય અને તીવ્ર હોય છે કે તેની ગંધ આજુ બાજુ ના સોસાયટી સુધી આવતી હોય છે. રહીશો દ્વારા અવારનવાર અરજી આપવા છતા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી, સ્થાનિકો દ્વારા જણાવામાં આવ્યું છે કે જો આ પ્રદૂષિત પતારા સાફ કરાવી પ્રદુષણ બંધ કરાવવામાં નહી આવે તો આગળ ભુખ હડતાલ અને આંદોલન જેવી પરીસ્થીતી ઉભી થસે.