September 21, 2026
દેશમનોરંજન

ધુરંધર-2 ના શુટિંગ પર પોલીસ, મુંબઈ પોલીસે અચાનક એન્ટ્રી કરીને શૂટિંગ અટકાવી દીધું હતું.

રણવીર સિંહ અને સંજય દત્ત સ્ટારર હાઈ-વોલ્ટેજ એક્શન ડ્રામા ‘ધુરંધર: ધ રીવેન્જ’ રિલીઝ પહેલા જ મુશ્કેલીઓના વમળમાં ફસાઈ ગઈ છે. દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં જ્યારે આ ફિલ્મના મહત્વના દ્રશ્યો શૂટ થઈ રહ્યા હતા, ત્યારે મુંબઈ પોલીસે અચાનક એન્ટ્રી કરીને શૂટિંગ અટકાવી દીધું હતું. હકીકતમાં, ફિલ્મના સેટને પાકિસ્તાનના કરાચી જેવો લુક આપવામાં આવ્યો હતો, પરંતુ હાઈ-સિક્યોરિટી ઝોન હોવા છતાં લોકેશન મેનેજરે પરવાનગી વિના ડ્રોન ઉડાડતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. આ મામલે પોલીસે લોકેશન મેનેજર રિંકુ રાજપાલ વાલ્મીકી વિરુદ્ધ FIR નોંધીને તેમની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, શૂટિંગ માટે મહારાષ્ટ્ર ફિલ્મ કોર્પોરેશનની મંજૂરી હતી, પરંતુ ડ્રોન ઉડાડવા માટે કોઈ ખાસ પરવાનગી લેવામાં આવી ન હતી. મુંબઈનો ફોર્ટ અને બેલાર્ડ એસ્ટેટ વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોવાથી અહીં ડ્રોનનો અનધિકૃત ઉપયોગ ગુનો માનવામાં આવે છે. આ ભૂલને કારણે લોકેશન મેનેજર પર ‘અધિકારીના આદેશના અનાદર’નો આરોપ લાગ્યો છે. એક તરફ સેટ પરથી લીક થયેલા સંજય દત્ત અને અર્જુન રામપાલના ફોટાએ ઉત્તેજના વધારી હતી, તો બીજી તરફ આ કાયદાકીય ગૂંચવણે આદિત્ય ધરની આ ટીમને ચિંતામાં મૂકી દીધી છે.

ફિલ્મના મોરચે વાત કરીએ તો, ‘ધુરંધર 2’ ના ટીઝરે ચાહકોમાં મિશ્ર પ્રતિસાદ જગાડ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ નિરાશા વ્યક્ત કરી રહ્યા છે કારણ કે ટીઝરમાં કંઈક નવું જોવા મળ્યું નથી. હવે બધું જ ટ્રેલર પર નિર્ભર છે કે તે દર્શકોને પ્રભાવિત કરી શકશે કે નહીં. આ ફિલ્મ ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ મોટા પડદે રિલીઝ થવાની છે, જ્યાં તેની સીધી ટક્કર સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ સાથે થશે. બોક્સ ઓફિસ પર આ બે મોટા સ્ટાર્સની ટક્કર જોવી રસપ્રદ રહેશે, પરંતુ તે પહેલા શૂટિંગના વિવાદો ફિલ્મની મુશ્કેલી વધારી રહ્યા છે.

Related posts

કપિલ શર્મા શૉ માં જોર જોરથી હસવા માટે અર્ચના પુરણ સિંહ ને મળે છે ૧૦ લાખ

Ahmedabad Samay

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે ૭૬ વર્ષીય વિધર્મી ઉસ્‍માનએ આચર્યું દુષ્કર્મ, નૈનિતાલમાં તણાવનો માહોલ

Ahmedabad Samay

બદલો તો આને કહેવાય,કુતરાઓએ વાંદરાના બચ્ચા ને માર્યું તો વંદરાઓ કુતરાના ૨૫૦ જેટલા બચ્ચાને માર્યા

Ahmedabad Samay

હવે વાયર વગર મોબાઇલ ચાર્જ થઇ શકશે

Ahmedabad Samay

વોટ્સએપના સર્વર હેક થયાની ભીતિ

Ahmedabad Samay

કોરોના રસીને લઇ ૨૫ ડિસેમ્બરે આવી શકે છે ખુશખબરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો