September 5, 2026
દેશરાજકારણ

PM નરેન્‍દ્ર મોદીએ NDA સંસદીય પક્ષની વિશેષ બેઠક મંગલ મિલનૅમાં NEET પેપર લીક બાબતે સાંસદોને અત્‍યંત મહત્‍વપૂર્ણ અને લાગણીસભર સંદેશ આપ્‍યો

NEET પેપર લીક કાંડને લઈને દેશભરમાં યુવાનો અને વિદ્યાર્થીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્‍યો છે. પાટનગર દિલ્‍હીના જંતરપ્રમંતર ખાતે હજારો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા શક્‍તિપ્રદર્શન અને સંસદ તરફ હાથ ધરાયેલી માર્ચના બીજા જ દિવસે, પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ NDA સંસદીય પક્ષની વિશેષ બેઠક મંગલ મિલનૅમાં સાંસદોને અત્‍યંત મહત્‍વપૂર્ણ અને લાગણીસભર સંદેશ આપ્‍યો હતો.

સંસદના લાઈબ્રેરી બિલ્‍ડિંગમાં આવેલા જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં સાંસદોને સંબોધતા પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, દેશના યુવાનોને કેટલાક તત્‍વો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમણે તમામ પ્રતિનિધિઓને હાકલ કરી કે વિદ્યાર્થીઓને ઉશ્‍કેરવાના બદલે તેમને સાચો રસ્‍તો બતાવવો એ આપણી નૈતિક અને સામાજિક જવાબદારી છે. પેપર લીકના બનાવોને રોકવા એ રાષ્‍ટ્રીય જવાબદારી છે.

સાંસદો સાથેની આ મહત્‍વપૂર્ણ બેઠકમાં પીએમ મોદીએ ખાસ ટાંકીને કહ્યું, ખોટા રસ્‍તે જવું અત્‍યંત સહેલું હોય છે, પરંતુ ત્‍યાંથી પાછા સાચા માર્ગ પર આવવું ખૂબ જ મુશ્‍કેલ હોય છે; તેથી જ આપણે યુવાનોને સાચો માર્ગ બતાવીને પાછા લાવવાના છે. કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી જે.પી. નડ્ડા અને વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી પ્રતિનિધિમંડળ વચ્‍ચે થયેલી મંત્રણા બાદ પીએમ મોદીનું આ નિવેદન અત્‍યંત અગત્‍યનું માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને NDA બેઠકમાં આ વિષય પર સતત ૫ મિનિટ સુધી ગંભીરતાથી વાત કરતા સ્‍પષ્ટ કર્યું કે, દેશના કોઈ પણ વિદ્યાર્થીના ભવિષ્‍ય સાથે અન્‍યાય થવા દેવામાં આવશે નહીં અને આ મામલાને કેન્‍દ્ર સરકાર અત્‍યંત સંવેદનશીલતાથી હાથ ધરી રહી છે.

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પ્રેસ કોન્‍ફરન્‍સમાં પીએમ મોદીના સંબોધનની વિગતો આપતા જણાવ્‍યું કે, પેપર લીક કાંડમાં સંકળાયેલા માફિયાઓ અને ગુનેગારોને પાતાળમાંથી પણ શોધીને કડકમાં કડક સજા ફટકારવામાં આવશે. વડાપ્રધાને સાંસદોને ખાતરી આપી હતી કે ફરીથી કોઈ પરીક્ષામાં આવી ગડબડ ન થાય તે માટે સરકાર કાયદાકીય અને તકનીકી રીતે અભેદ્ય સુરક્ષા ગોઠવી રહી છે. તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ કે કારકિર્દી ના બગડે તે માટે ફચ્‍ચ્‍વ્‍ની પુનઃપરીક્ષાને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપીને કોઈપણ વિલંબ વિના ઝડપથી પરિણામો જાહેર કરી દેવામાં આવ્‍યા છે. પીએમ મોદીના આ આક્રમક અને સંવેદનશીલ વલણથી પેપર લીક કરનારા કૌભાંડીઓ સામે સરકારનું કડક વલણ સ્‍પષ્ટ છતું થાય છે.

Related posts

બાબા વેંગા ની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં

Ahmedabad Samay

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર ભગતસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

Ahmedabad Samay

સરકાર દ્વારા ફેર કેપ નાબૂદ કરતાજ હવાઇ ભાડામાં ધરખમ ઘટાડો

Ahmedabad Samay

વનપ્લસ અને ઓપ્પો ના સ્માર્ટફોન યૂઝ કરનારા યૂઝર્સ માટે મોટી ખુશખબરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો