October 22, 2026
ગુજરાત

યુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો ઘટશે અને ક્રૂડ ઓઇલના ભાવ વધશે

જો હોર્મુઝ સ્‍ટ્રેટ બંધ થાય છે તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ડોલર ૭૦ થી વધીને ડોલર ૧૨૦ પ્રતિ બેરલ થઈ શકે છે. આનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસર પડી શકે છે. જોકે, નિષ્‍ણાતો હજુ પણ માને છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ વધારો થવાનું જોખમ રહેલું છે.

પેટ્રોલ અને ડીઝલ દિલ્‍હીમાં, પેટ્રોલના ભાવ રૂા.૯૫ પ્રતિ લિટરથી વધીને રૂા.૧૦૦ થઈ શકે છે. ડીઝલના ભાવ રૂા.૮૮ થી વધીને રૂા.૯૨ થઈ શકે છે. અન્‍ય શહેરોમાં પણ આવા જ ભાવ વધારા થવાની ધારણા છે.

જ્‍યારે હોર્મુઝ સ્‍ટ્રેટ બંધ થવાના સમાચાર પહેલીવાર સામે આવ્‍યા, ત્‍યારે નિષ્‍ણાતોએ આગાહી કરી હતી કે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૨૦ સુધી પહોંચી શકે છે, જેમાં પેટ્રોલના ભાવ રૂા.૧૦૫ સુધી પહોંચી શકે છે.

હવે, ઈરાની વિદેશ મંત્રીના નિવેદન બાદ, નિષ્‍ણાતોએ આગાહી કરી હતી કે ક્રૂડ ઓઇલના ભાવ ઼૧૦૦ સુધી પહોંચી શકે છે. તેના આધારે, પેટ્રોલ અને ડીઝલના ભાવનો અંદાજ થોડો ઓછો કરવામાં આવ્‍યો છે.

ભારત તેની તેલની જરૂરિયાતના ૯૦% આયાત કરે છે, જેમાં આ ક્રૂડનો લગભગ ૫૦% હોર્મુઝ સ્‍ટ્રેટમાંથી આવે છે. નિષ્‍ણાતો માને છે કે જો આ માર્ગ સંપૂર્ણપણે અથવા આંશિક રીતે અવરોધિત કરવામાં આવે છે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો ઘટશે અને ક્રૂડ ઓઇલના ભાવ વધશે

Related posts

ધોરણ ૧૦માં ૧૬ વિષય અને ધોરણ ૧૨માં ૧૩ વિષયોના પરિરૂપ જાહેર કરાયા છે. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ સમક્ષ મુકવામાં આવેલા આ પસ્‍તાવને લીલીઝંડી આપવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ – મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ

admin

ભર ઉનાળે શિતળતા આપવા બનાવાયેલા અમદાવાદના ખાલીખમ તળાવો ટ્રીટેડ પાણીથી ભરાશે

admin

ભાગેડુ લગ્ન/લવ મેરેજ નોંધણીમાં માતાપિતાની ભૂમિકા પણ મહત્‍વની બનાવાશે

Ahmedabad Samay

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની 472 જગ્યાઓ માટે આવતીકાલે લેવાશે પરીક્ષા

Ahmedabad Samay

સુરત- બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે, થશે દંડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો