January 19, 2025
ગુજરાતરાજકારણ

રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુંર્મૂએ નવા ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ કર્યું

 

આજે વિધાનસભા ગૃહમાં પ્રથમ વખત અધ્‍યક્ષના સામે લોકસભાના સાંસદો અને રાજ્‍યસભાના સાંસદો તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખને બેસવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

સી.આર. પાટીલ, શકિતસિંહ ગોહિલ, પરબતભાઇ પટેલ, અર્જુનભાઇ મોઢવાડિયા તેમજ બંને પક્ષના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

આજે સમયસર ૧૦ વાગ્‍યે રાષ્‍ટ્રપતિનું આગમન થયું ત્‍યારે રાષ્‍ટ્રગીત બેન્‍ડ સાથે વગાડી સ્‍વાગત કરવામાં આવ્‍યું. આ સમયે ગૃહમાં ઉપસ્‍થિત સૌ લોકોએ સ્‍વાગત કર્યું હતું.

વિધાનસભાના અધ્‍યક્ષે રાષ્‍ટ્રપતિ, મુખ્‍યમંત્રીશ્રી, શકિતસિંહ ગોહિલનું શબ્‍દોથી સ્‍વાગત કર્યું હતું. આ સમયે મહાત્‍મા ગાંધી, સરદાર પટેલ વગેરેને યાદ કર્યા હતા. ગુજરાતનું ગૌરવ છે કે ‘પેપરલેસ’ વિધાનસભામાં રાષ્‍ટ્રપતિના હસ્‍તે ખુલ્લુ મુકવામાં આવ્‍યું. આ પેપરલેસથી ૨૫ ટન કાગળનો બચાવ થશે.

ગૃહના સૌ સભ્‍યોને બે આઇપેડ આપવામાં આવ્‍યા છે. એક પેડ સભ્‍યો પાસે રહેશે. એક પેડ વિધાનસભા વહીવટી તંત્ર પાસે રહેશે. રાષ્‍ટ્રપતિ ઓરિસ્‍સાના નાના ગામથી રાષ્‍ટ્રપતિ સુધીની સફર કરી તેને બિરદાવી હતી. ઉપરાંત ગુજરાતના વિકાસની ગાથા કહી હતી. મુખ્‍યમંત્રીના શાસનકાળએ આજે બે વર્ષ પૂર્ણ કર્યા છે.

રાજ્‍યના મુખ્‍યમંત્રીએ પુષ્‍પગુચ્‍છથી રાષ્‍ટ્રપતિનું સ્‍વાગત કર્યું ત્‍યારબાદ વિધાનસભા અધ્‍યક્ષે સ્‍વાગત કર્યું હતું. વિધાનસભા ભાજપ પક્ષના દંડક બાલકૃષ્‍ણ શુકલ, ઉપાધ્‍યક્ષ જેઠાભાઇ ભરવાડ, શૈલેષ પરમારને સંસદીય મંત્રીનું સ્‍વાગત કરવા જણાવ્‍યું પરંતુ શૈલેષ પરમારે સ્‍વાગત કરવાની ના પાડી હતી.

 

મુખ્‍યમંત્રીશ્રીએ આજના દિવસને ખૂબ અગત્‍યનો દિવસ ગણાવતા જણાવ્‍યું કે, આ પેપરલેસ વિધાનસભામાં રાષ્‍ટ્રપતિ ઉપસ્‍થિત છે તે ખૂબ જ મહત્‍વની બાબત છે. ગુજરાતના કેટલાય મહાપુરૂષોએ દેશને પોતાની સેવાઓ આપી તે પણ ગુજરાતનું ગૌરવ છે. વડાપ્રધાન સુધી પહોંચવામાં સૌ પ્રથમ તેઓ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે આ ગૃહથી શરૂઆત કરી હતી. દેશમાં ગુજરાતએ ગૌરવ ધરાવતું રાજ્‍ય છે. દિવસે અને દિવસે વિકાસ ચાલી રહ્યો છે તે વાત પણ દહોરાવી હતી. સત્રના પ્રારંભે સ્‍પીકર શ્રી શંકર ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

Related posts

કોંગ્રેસના કે. રોસૈયાહનું દુઃખદ નિધન

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક પરથી હિતેન્દ્રભાઇ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

વડાપ્રધાનનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસ, રાજકોટથી ગાંધીનગર સુધીનો આ છે કાર્યક્રમ

Ahmedabad Samay

લોકડાઉન હીરો: દદુ સેવા ટ્રસ્ટ

Ahmedabad Samay

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

Ahmedabad Samay

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો