November 21, 2026
ગુજરાત

જી.સી.એસ હોસ્પિટલ દ્વારા કેન્સર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

હાલના સમયમાં પુરુષ અને સ્ત્રીઓમાં જોવા મળતા જુદા-જુદા પ્રકારના કેન્સર જેવા કે, મોઢા-ગળાના કેન્સર, પેટ-આંતરડાના કેન્સર, સ્તન કેન્સર, સ્વરપેટીનુ કેન્સર, ગર્ભાશયના મુખનુ કેન્સર તથા અન્ય પ્રકારના કેન્સર રોગ માટે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 15 માર્ચ થી 20 માર્ચ સુધી નિશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે,

જેમાં જીસીએસ હોસ્પિટલના કેન્સર નિષ્ણાતો દ્વારા કેન્સરની સારવાર માટે નિઃશુલ્ક માર્ગદર્શન મળશે. આ નિ:શુલ્ક કેમ્પમાં નિષ્ણાંત કેન્સર ફિઝિશિયન ડો. કીર્તિભાઇ પટેલ, ડો. કલ્પેશ પ્રજાપતિ, ડો. નિધિ જૈન (હીમેટો ઓન્કોલોજીસ્ટ) તેમજ કેન્સર સર્જન ડો. દેવેન્દ્ર પરીખ, ડો. તનય શાહ અને ડો. આદિત્ય જોશીપુરા દ્વારા કેન્સર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે.

આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 079 6604 8171 / 82008 12833 પર રજીસ્ટ્રેશન કરાઈ શકે છે. જીસીએસ હોસ્પિટલમાં મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને ‘આયુષ્માન ભારત’ યોજનાના કાર્ડધારકો માટે નિઃશુલ્ક ઓપરેશન-સારવારની સુવિધા ઉપલબ્ધ છે.

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલ હવે સંપૂર્ણપણે નોન-કોવિડ હોસ્પિટલ છે જ્યાં સાવચેતીના તમામ જરૂરી પગલાં સાથે બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે.

શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

અમદાવાદમાં દિલ્હીની બે ટ્રાંસજેન્ડર મહિલાઓની યુવકોને ડેટીંગ એપ પર ફસાવી લૂંટની માયાજાળ

Ahmedabad Samay

સામાજીક કાર્યકર્તા નિકુલ મારુ અને તેમની ટિમ દ્વારા મેઘાણીનગર વિસ્તારમા ગ્લુકોઝના પેકેટનુ વિતરણ કરાયુ

Ahmedabad Samay

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

Ahmedabad Samay

શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને કરણી સેનાના દ્વારા સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે નિયુક્ત કરાયા

Ahmedabad Samay

NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ને RTE દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા અરજી કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો