એલપીજી(LPG)ગેસ સિલિન્ડર બુક કરાવવું હવે ઇન્ડેન ગેસના ગ્રાહકો માટે પહેલા કરતા વધારે સરળ બની રહ્યુ છે. માત્ર એક મિસ કોલ કરશો અને તમે ગેસ બુક કરાવી શકશો. ઇન્ડિયન ઓઇલ એલપીજી ગ્રાહકો હવે દેશમાં તમે કોઈપણ ખુણેથી એક મિસ કોલ કરીને તમારા સિલિન્ડરને બુક કરી શકો છો.
મિસ કોલ માટે ઇન્ડેને જારી કરેલો નંબર છે – ૮૪૫૪૯૫૫૫૫૫.
આઇસીઆરએસ IVRS કોલ્સમાં મુશ્કેલી આવતી હતી. સાથે બુજુર્ગ લોકોને આનાથી ફાયદો થશે. ગ્રાહકોને કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.આ સુવિધાથી IVRS કોલમાં મુશ્કેલીનો સામનો કરનારા લોકો માટે એલપીજી (LPG) ગેસ બુક કરાવવાનું સરળ બનશે. ઓઇલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે ભુવનેશ્વરથી આ સુવિધા શરૂ કરી.