August 7, 2026
મનોરંજન

નોરા ફતેહી અને સંજય દત્તનું લેટેસ્ટ ટ્રેક ‘સરકે ચુનર તેરી સરકે’ હાલમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાને બદલે વિવાદોને કારણે ચર્ચામાં

બોલિવૂડ ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી અને સંજય દત્તનું લેટેસ્ટ ટ્રેક ‘સરકે ચુનર તેરી સરકે’ હાલમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાને બદલે વિવાદોને કારણે ચર્ચામાં છે.

આ ગીતમાં વપરાયેલા બિભત્સ શબ્દો અને ડબલ મિનિંગ સંવાદોને કારણે ફિલ્મ ‘KD: ધ ડેવિલ’ ના મેકર્સને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિવાદમાં હવે ગીતકાર રકીબ આલમે ચોંકાવનારો ખુલાસો કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
“મેં ના પાડી હતી છતાં ગંદા શબ્દો રાખ્યા” ગીતકાર રકીબ આલમે સ્પષ્ટતા કરી છે કે આ ગીતના વિવાદાસ્પદ શબ્દો તેમણે લખ્યા નથી. તેમણે જણાવ્યું કે, “જ્યારે મને આ પ્રકારના શબ્દો લખવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી. મેં નિર્માતાઓને ચેતવણી આપી હતી કે આવા ગીતો સેન્સરશીપમાં ફસાશે. પરંતુ તેમણે મને માત્ર કન્નડ શબ્દોનો શાબ્દિક અનુવાદ કરવાનું કહ્યું હતું. ‘ચોસેગા’ અને ‘ચાતેગા’ જેવા શબ્દો મૂળ સંસ્કરણમાં હતા જેનો મેં વિરોધ કર્યો હતો.”

અપમાનિત અનુભવી રહ્યા છે ગીતકાર ‘પુષ્પા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મના ગીતો લખનાર રકીબ આલમ આ ગીતને કારણે પોતાને અપમાનિત અનુભવી રહ્યા છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ગીતના અંતે ખબર પડે છે કે આ બધું દારૂની બોટલ વિશે છે, પરંતુ ત્યાં સુધીમાં બધું એટલું ‘ગંદુ’ પીરસવામાં આવ્યું છે કે સાંભળવું મુશ્કેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે તેઓ અર્થપૂર્ણ ગીતો લખે છે ત્યારે કોઈ ધ્યાન નથી આપતું, પણ આવા વિવાદોમાં તેમનું નામ ખરાબ થાય છે.
નિર્માતાઓ માફી માંગશે અને નવું ગીત આવશે
સોશિયલ મીડિયા પર વધતા વિરોધને પગલે હવે ફિલ્મના નિર્માતાઓએ નમતું જોખ્યું છે.

રકીબ આલમે મંગળવારે સવારે આ ગીતનું એક નવું અને ‘સ્વચ્છ’ (Clean Version) સંસ્કરણ લખીને સબમિટ કર્યું છે. જેનું રેકોર્ડિંગ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, મંગળવારે સાંજે નિર્માતાઓ એક જાહેર માફી પત્ર સાથે આ ગીતનું સુધારેલું સંસ્કરણ રિલીઝ કરશે.
નોરા ફતેહીના આ ગીતે ફરી એકવાર ફિલ્મોમાં વધતી અશ્લીલતા અને ડબલ મિનિંગ ગીતો સામે એક નવી ચર્ચા છેડી દીધી છે.

Related posts

જ્યારે ‘રામાયણ’ના રાવણે હેમા માલિનીને 20 થપ્પડ મારી, જાણો આગળ શું થયું?

admin

Movies Releasing This Week On OTT: આ 4 ફિલ્મો 3 દિવસમાં OTT પર ધમાલ મચાવશે, શાહિદ કપૂરની બ્લડી ડેડીએ મચાવ્યું તોફાન!

Ahmedabad Samay

 09 ઓક્ટોબરે “376 D ” એક નવી યુગની કમર્શિયલ ફિલ્મ રિલીઝ થવાની છે, જેમાં ગુજરાતી થિયેટર કલાકારો પણ જોવા મળશે

Ahmedabad Samay

લગ્ન પછી કિયારા અડવાણીએ બતાવ્યો સૌથી બોલ્ડ અવતાર, એવી જગ્યાએથી કપડાં ગાયબ હતા કે સિદ્ધાર્થ પણ નશામાં આવી જશે!

admin

રોકી ઔર રાની કી પ્રેમ કહાની ત્રીજા દિવસે ઝડપી, ફિલ્મે જીતી લીધા ચાહકોના દિલ

Ahmedabad Samay

એકલા છો તો દુ:ખ શું છે: ન બાપે તેને નામ આપ્યું, યુવાનીનો પ્રેમ પણ નિષ્ફળ ગયો, જો કંઈ મળ્યું તો માત્ર જીવનની એકલતા…..

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો