હોલિવૂડની ફિલ્મો ‘મિશન ઈમ્પોસિબલ 7’, ‘ઓપનહેમર’ અને ‘બાર્બી’ છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય બોક્સ ઓફિસ પર દબદબો જમાવી રહી છે. હોલીવુડની આ દમદાર ફિલ્મોની વચ્ચે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ હવે શુક્રવારે સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી અને ફેમિલી ડ્રામાનું સંયોજન છે. આ ફિલ્મ સાથે કરણ જોહર 7 વર્ષ પછી ડિરેક્ટર તરીકે પરત ફર્યો છે. ફિલ્મે ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું છે. ફિલ્મે પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસે તેના કલેક્શનમાં 45 ટકાનો વધારો નોંધાવ્યો છે. પહેલા અને બીજા દિવસની સરખામણીએ ફિલ્મે ત્રીજા દિવસે પણ તેની કમાણીમાં ઉછાળો નોંધાવ્યો છે.
ત્રીજા દિવસે પણ કમાણી વધી
પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ એ તેની રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે 18 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે. ફિલ્મના અત્યાર સુધીના કુલ બોક્સ ઓફિસ કલેક્શન પર નજર કરીએ તો ત્રણ દિવસની કુલ કમાણી 45.15 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મની કમાણીમાં દરરોજ ઉછાળો જોવા મળી રહ્યો છે, જે મેકર્સ માટે સારો સંકેત છે.
પ્રથમ બે દિવસની કમાણી
બીજા દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર 16.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે તેના બીજા દિવસે 45%નો ઉછાળો નોંધાવ્યો હતો. બોક્સ ઓફિસના પ્રારંભિક આંકડા અનુસાર, ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ એ પહેલા દિવસે 11.10 કરોડની કમાણી કરી હતી. જો કે, જે રીતે ફિલ્મનું પ્રી-બુકિંગ કરવામાં આવ્યું હતું, તેનાથી સ્પષ્ટ હતું કે ફિલ્મને ઓપનિંગ ડેનું 11-12 કરોડનું કલેક્શન મળશે. ફિલ્મને જે સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેનાથી મેકર્સ ખૂબ જ ખુશ હશે. આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરે તેવી આશા છે.
ફિલ્મનું બજેટ 160 કરોડ
કરણ જોહર દ્વારા નિર્દેશિત રોકી ઔર રાની કી પ્રેમ કહાની વાત કરીએ તો આ 160 કરોડની બોલિવૂડ ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત રણવીર સિંહ, સુપરસ્ટાર ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ એક બિઝનેસ ટાયકૂન પંજાબી પરિવારના છોકરા રોકી અને બંગાળી પરિવારની છોકરી રાનીની વાર્તા છે. બંને પ્રેમમાં પડે છે અને તેમના પરિવારોને મનાવવામાં લાગી જાય છે, જેઓ એકબીજાથી ખૂબ જ અલગ છે.