August 7, 2026
ગુજરાત

યુદ્ધ વચ્‍ચે lpg ગેસના જથ્‍થા સાથે ગઈકાલે એક જહાજ કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ પર પહોંચ્‍યું

દેવભૂમિ દ્વારકાના વાડિનાર પોર્ટ પર વિશાળ નંદા દેવી જહાજ પહોંચી ગયું છે. ઈરાનની સ્‍ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારતનું બીજું જહાજ પણ ગુજરાત પહોંચી ગયું છે. નંદા દેવી (Nanda Devi)  સફળતાપૂર્વક વાડિનારના કિનારે લેન્‍ડ થયું છે. નંદા દેવી જહાજનું વાડિનાર પહોંચવું દેશ માટે અત્‍યંત મહત્‍વનું માનવામાં આવી રહ્યું છે. પોર્ટ પ્રશાસન અને કોસ્‍ટ ગાર્ડ (તટરક્ષક દળ)ની દેખરેખ હેઠળ જહાજનું સુરક્ષિત એન્‍કરિગ કરવામાં આવ્‍યું છે. વાડિનારના ડીપ વોટર ટર્મિનલ પર હવે કાર્ગો અનલોડિગની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

યુદ્ધ વચ્‍ચે lpg ગેસના જથ્‍થા સાથે ગઈકાલે એક જહાજ કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ પર પહોંચ્‍યું હતું. કચ્‍છના મુંદ્રા પોર્ટ સાથે આજે વાડીનાર પોર્ટ પર મળી બે મહત્‍વના ભારતીય જહાજો LPG ગેસનો જથ્‍થો લઈને આવી ગયા છે. બને જહાજમાં ૯૨૭૦૦ ટન lpg  ગેસ જથ્‍થો ભારત પહોંચ્‍યો છે. ગઈકાલે મુન્‍દ્રા પોર્ટ પર શિવાલીક જહાજમાં ૪૪ હજાર મેટ્રિક ટન lpg ગેસ લવાયો હતો, જેમાં ૨૦ હજાર મેટ્રિક ટન પાઇપ મારફતે પોર્ટ પર ટેન્‍કમાં રિફિલ કરાયો છે. જ્‍યારે ૨૪ હજાર મેટ્રિક ટન ગેસ મેંગ્‍લોર મોકલવામાં આવશે.

મધ્‍ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ ( Strait of Hormuz ) માં સર્જાયેલી અડચણો વચ્‍ચે આ ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર છે. ગઈકાલે શિવાલિક નામનું જહાજ બપોર બાદ કુલ ૩ ટાઈમ લાઈન બદલાતા મુંદ્રા પોર્ટ પર સાંજે ૫ વાગે (Mundra Port) પહોંચ્‍યું હતું. ભારતીય ધ્‍વજ ધરાવતું LPG કેરિયર ભારતની મહેનતે હોર્મુઝને સુરક્ષિત રીતે પાર કરી મુંદ્રા બંદરે પહોંચ્‍યું હતું.

તો આજે નંદા દેવી જહાજ કંડલા પોર્ટન બદલે વાડીનાર પોર્ટ પર નંદા દેવી જહાજ આવી ગયું છે. નંદા દેવી જહાજમાંથી lpg ગેસ પ્‍દ્દણુરૂ બ્રિઝ અને mt જગ પ્રતાપ મીની જહાજમાં ટ્રાન્‍સફર થશે.

ગણતરી મુજબ, શિવાલિક જહાજ ૧ માર્ચે તેની સફર પર નીકળ્‍યું હતું, જે ૮ દિવસમાં ત્‍યાંથી મુદ્રા પહોંચી શકે છે. પરંતુ યુદ્ધની સ્‍થિતિને કારણે જહાજ અટવાઈ રહેતા તેને ૧૫ દિવસ જેટલો સમય લાગ્‍યો હતો. શિવાલીક વેશલ કેપટન સાથે ૨૫ થી વધુ ક્રુ મેમ્‍બર સાથે જહાજ મુન્‍દ્રા પોર્ટ પહોંચ્‍યું હતું.

Related posts

સાત શખ્સોએ 14 વર્ષીય કિશોરની કરી હત્યા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

શહેરમાં ચાની કિટલી, પાનના ગલ્લા, પાણી પુરીની લારીઓ, હોટલ- રેસ્ટોરન્ટ, દાબેલી- સેન્ડવીચ સેન્ટરો ઉપર ભારે ભીડ કે સોસિયલડીસ્ટેન્સ ન દેખાય તો લારી, ગલ્લા અને દુકાનો બંધ કરાઇ

Ahmedabad Samay

નરસિંહ મહેતા યુનિ.ની સિન્ડિકેટ બેઠકને એબીવીપી કાર્યકરો દ્વારા રોષભેર ઘેરાવ

Ahmedabad Samay

સર્કિટ હાઉસ ખાતે NCP પક્ષના હોદેદારો અને કાર્યકર્તા ની પ્રદેશ અને શહેર કારોબારી અગત્યની બેઠક યોજાઇ

Ahmedabad Samay

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો