July 22, 2026
ગુજરાત

રાજ્યમાં દારૂ પીવામાં છૂટછાટ આપવામાં આવી છે. ચાલો જાણીએ કે, આ છૂટ કોને અને કેવી રીતે મળે છે.

ગુજરાત સંપૂર્ણપણે ડ્રાય સ્‍ટેટ હોવા છતાં અહીં ચોક્કસ નિયમો હેઠળ છૂટછાટ આપવામાં આવે છે. ગુજરાતમાં દારૂનું વેચાણ પરમિટ વ્‍યવસ્‍થા દ્વારા નિયંત્રિત થાય છે, જેમાં અહીં ૨૧ વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્‍યક્‍તિ કામચલાઉ પરમિટ મેળવી શકે છે અને ૪૦ વર્ષથી વધુ ઉંમરની વ્‍યક્‍તિ સ્‍વાસ્‍થ્‍યના આધારે હેલ્‍થ પરમિટ મેળવી દારૂ પી શકે છે. આ ઉપરાંત જે વ્‍યક્‍તિ ગુજરાતની બહારની છે અથવા વિદેશી પ્રવાસી છે, તેઓ પણ કામચલાઉ પરમિટ લઈને દારૂ ખરીદી અને પી શકે છે.

સરકાર દ્વારા કુલ ૭ પ્રકારની પરમિટ ચલાવવામાં આવે છે, જેમાં હેલ્‍થ પરમિટ ગુજરાતમાં સૌથી જૂની પરમિટોમાંથી એક છે છે. આ પરમિટ મેળવવા માટે અરજદારની ઉંમર ૪૦ વર્ષથી વધુ હોવી જોઈએ અને માસિક આવક ૨૫,૦૦૦ રૂપિયાથી વધારે હોવી જોઈએ. સાથે જ અરજી કરવા માટે સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત કારણ હોવું અનિવાર્ય છે. ગુજરાતમાં કામચલાઉ ધોરણે રહેતા લોકો અને વિદેશીઓ માટેની પરમિટ દ્વારા દર મહિને ૪ યુનિટ દારૂ ખરીદી શકાય છે. સામાન્‍ય રીતે આ પરમિટ એક મહિના માટે માન્‍ય હોય છે અને ત્‍યારબાદ તેને રિન્‍યૂ કરાવવી પડે છે.

આ પરમિટ ગુજરાતના કાયમી રહેવાસીઓ માટે છે. જે વ્‍યક્‍તિની ઉંમર ૪૦ વર્ષથી વધુ હોય અને જેમને સ્‍વાસ્‍થ્‍યના કારણોસર દારૂના સેવનની જરૂર હોય, તેઓ મેડિકલ બોર્ડના પ્રમાણપત્રના આધારે આ પરમિટ મેળવી શકે છે.

૨. ટૂરિસ્‍ટ પરમિટ

ગુજરાતની મુલાકાતે આવતા વિદેશી નાગરિકોને આ પરમિટ આપવામાં આવે છે. તે સામાન્‍ય રીતે એક મહિના માટે માન્‍ય હોય છે.

૩. વિઝિટર પરમિટ

ભારતના અન્‍ય રાજ્‍યોમાંથી ગુજરાતમાં કામ અર્થે કે ફરવા આવતા લોકો માટે આ પરમિટ છે. તે શરૂઆતમાં ૭ દિવસ માટે મળે છે, જેને વધુમાં વધુ એક મહિના સુધી લંબાવી શકાય છે.

૪. હંગામી રહેવાસી પરમિટ

જે લોકો મૂળ ગુજરાત બહારના છે પરંતુ નોકરી કે વ્‍યવસાય અર્થે ગુજરાતમાં સ્‍થાયી થયા છે, તેઓ આ કેટેગરીમાં પરમિટ મેળવી શકે છે.

૫. ગ્રુપ પરમિટ

મોટી કોન્‍ફરન્‍સ, આંતરરાષ્ટ્રીય સંમેલનો કે બિઝનેસ મિટિગ માટે જ્‍યારે વિદેશી પ્રતિનિધિઓ આવતા હોય, ત્‍યારે આયોજકો દ્વારા આખા જૂથ માટે સામૂહિક પરમિટ લેવામાં આવે છે.

૬. તત્‍કાલ પરમિટ

કટોકટીના સંજોગોમાં અથવા મેડિકલ ઇમરજન્‍સીમાં જ્‍યારે ત્‍વરિત મંજૂરીની જરૂર હોય, ત્‍યારે આ પ્રકારની પરમિટ ઇશ્‍યુ કરવામાં આવે છે.

૭. લિકર એક્‍સેસ પરમિટ

તાજેતરમાં સરકાર દ્વારા ઞ્‍ત્‍જ્‍વ્‍ ઘ્‍શદ્દક્ક ગાંધીનગર માટે ખાસ નિયમો જાહેર કરાયા છે. અહીં કામ કરતા કર્મચારીઓ અને તેમના સત્તાવાર મહેમાનો માટે આ સ્‍પેશિયલ પરમિટ આપવામાં આવે છે, જે વાઇન એન્‍ડ ડાઇન (ત્‍યાં બેસીને પીવા)ની સુવિધા આપે છે.

દારૂ ખરીદવાની પ્રક્રિયા, નિયમો અને દેખરેખ

પરમિટ મેળવ્‍યા બાદ માત્ર સત્તાવાર કે સરકારી માન્‍ય દુકાનો પરથી જ દારૂની ખરીદી કરી શકાય છે. પરમિટ વિના દારૂ ખરીદવો કે વેચવો એ ગુનો ગણાય છે અને તેના માટે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. સરકાર આ પરમિટ પ્રણાલી પર કડક દેખરેખ રાખે છે અને જો કોઈ નિયમોનું ઉલ્‍લંઘન કરે તો પરમિટ રદ કરવા ઉપરાંત દંડ કે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. આ વ્‍યવસ્‍થાનો મુખ્‍ય હેતુ રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થા તેમજ સામાજિક સંતુલન જાળવવાનો છે.

Related posts

સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ સામે નોટિસ ઈસ્યુ કરી

Ahmedabad Samay

જાણો જાણી શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા આ સપ્તાહમાં કઈ રાશિના જાતકોએ પૈસાની બાબતે ધ્યાન રાખવું.

Ahmedabad Samay

કોરોનાની નવી ગાઈડલાઈન બહાર આવી, હોમ હોકોરોન્ટાઇન હવે ૦૭ અને હળવા કેસમાં ૧૦ દિવસે રજા

Ahmedabad Samay

બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે

Ahmedabad Samay

ઝાયડસ બે કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી લઈ જવાશે

Ahmedabad Samay

149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો