રેલ્વે મંત્રાલય દ્વારા આજે પેસેન્જર્સ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે એક રાહતના સમાચાર છે. તેમ જ 17 મે બાદ લૉકડાઉન ખુલવાના પણ સંકેત મળી રહ્યાં છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય રેલ્વે પેસેન્જર ટ્રેન સેવા 12 મેથી શરૂ કરશે જેમાં શરૂઆતમાં માત્ર 15 ટ્રેન ચાલુ કરાશે.
12મેથી નવી દિલ્હી સ્ટેશનથી દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિંકદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી સુધી એમ 15 ટ્રેન સર્વિસ શરૂ થશે. આ ટ્રેન સ્પેશ્યલ ટ્રેન તરીકે દોડાવાશે. જેનું બુકિંગ 11 મેના રોજ 4 વાગ્યાથી શરૂ કરાશે જે IRCTCની વેબસાઈટ પરથી બુક કરી શકાશે.