અમદાવાદમાં આગામી સોમવાર ૧૫ જૂન બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં હજી પણ પાંચ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.
દક્ષિણ ગુજરાતમાં પણ આવતા બે દિવસ નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત દીવ તેમજ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.