October 11, 2024
ગુજરાત

અમદાવાદ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેશ્વરી સેવા સમિતિ દ્વારા આયોજિત સમૃદ્ધિ ટ્રેડફેર 2023નું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેશ્વરી સેવા સમિતિનાસમૃદ્ધિ ટ્રેડફેર 2023નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી
લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએબેટી બચાવો, બેટી પઢાઓનું સૂત્ર આપીને મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. રાજ્ય અને
રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓના યોગદાનને તેમણે મહત્વ આપ્યું છે.

વડાપ્રધાનના આ જ વિચારને આગળ વધારવા માટે મહેશ્વરી સમાજે કરેલું સમૃદ્ધિ ટ્રેડફેર 2023નુંઆયોજન અભિનંદનને પાત્ર છે. તેમણે ઉમેર્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની ભાવનાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને દુનિયાના નકશા પર એવી રીતે પ્રસ્થાપિત કર્યો છે કે જાણે આકાશમાં ધ્રુવ તારો ચમકી રહ્યો હોય.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા મહેશ્વરી સમાજ ભવન ખાતે ૧૨ અને ૧૩ ઓગસ્ટ દરમિયાન આ પ્રદર્શન આયોજિત કરાયું છે. મહેશ્વરી સમાજની મહિલા પાંખ મહેશ્વરી સંગીની દ્વારા આયોજિત પ્રદર્શનમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના કારીગરો દ્વારા નિર્મિત કલાત્મક વસ્તુઓ વેચાણ અર્થે મુકવામાં આવી છે.

મહેશ્વરી સમાજની આ પહેલને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોઈપણ ભેદભાવ વગર દરેક સમાજના સારા કાર્યોને પ્રોત્સાહિત કરવાની સરકાર તરીકે અમારી જવાબદારી છે. મહેશ્વરી સમાજની દાન કરવાની ઉદારવૃત્તિની તેમણે બિરદાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હર ઘર તિરંગા જેવા આયોજનોને કારણે જનજનમાં રાષ્ટ્રપ્રેમની લાગણી જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હરહંમેશ છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામે છેવાડાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં આજે રોડ રસ્તા, પાણી, વીજળી, સ્વાસ્થ્ય અને શિક્ષણની ગુણવત્તાયુક્ત સુવિધાઓ પહોંચી છે. આજે આદિવાસી વિસ્તારોની મહિલાઓ પણ ડૉક્ટર અને
પાયલટ બની રહી છે. એમ તેમણે ઉમેર્યું હતું.

અંગદાનની જાગૃતતા વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે, સ્વજન ગુમાવવાની પરિસ્થિતિ ખૂબ સંવેદનશીલ હોય છે. તેવામાં જો મૃતકના સ્વજનને સમજાવવામાં આવે તો
અંગદાન થકી અનેક લોકોને નવી જિંદગી મળતી હોય છે.

Related posts

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 13 વર્ષના બાળકનું કચડાઈને મોત, ટક્કર મારનાર વાહન ચાલક સ્થળ પરથી ફરાર

Ahmedabad Samay

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

અંબાલાલ પટેલે 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

નારોલમાં બે પાડોશી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો.

Ahmedabad Samay

“આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023” ના વિષય અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.સી.સી. કેડેટ્સ દ્વારા ‘Eat Right Movement’ રેલીનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો