સુરત એ.સી.બી દ્વારા લાંચની ફરિયાદ આધારે તા.૧૦/૦૯/૨૦૨૦ના રોજ સુરત શહેર વિસ્તારમાંથી આરોપી પોલીસ
કર્મચારી જયેશભાઇ, અલ્પેશભાઇ અને દિપકભાઇ કામરેજ પોલીસ સ્ટેશન લઇ ગયેલ અને ફરયાદી જોડે
પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ મુલાકાત દરમ્યાન ઉપરોકત આરોપીઓએ કેસ પતાવવા બાબતે તથા બલેનો ગાડી
ગુનાના કામેનહીં બતાવવા માટે તેમજ ફરયાદીના ભાઇ વિરૂધ્ધ અન્ય છેતરપીંડીના ગુનાઓ નહીં દાખલ
કરવા અર્થે પહેલા રૂ.૧૦,૦૦,૦૦૦/- બાદ રકઝકના કર્યા બાદ રૂપિયા-૩,૦૦,૦૦૦/- ની લાંચની
માંગણી કરેલ તે પૈકી તા.૧૩/૦૯/૨૦૨૦ના રોજ સાંજના સમયે ટીફીન આપવા આવે ત્યારે રૂપિયા-
૧,૨૦,૦૦૦/- અને બાકીના બીજા દિવસે નક્કી થયેલ. પરંતુ ફરીયાદી લાંચ આપવા માંગતા ન હતા , માટે ફરિયાદીએ જાગૃત નાગરિક તરીકે
આરોપીઓ વિરૂધ્ધ તા.૧૩/૦૯/૨૦૨૦ ના રોજ શ્રી આર.કે.સોલાંકી,પોલીસ ઈન્સપેકટર સુરત ગ્રામ્ય
એ.સી.બી.પો.સ્ટે.નાઓ રૂબરૂ લાંચની ફરીયાદ આપેલ જે ફરીયાદીની ફરીયાદ આધારેતા.૧૩/૦૯/૨૦૨૦ ના
રોજ લાંચનુ છટકુ ગોઠવ્યુ હતું . જે દરમિયાન લાંચના છટકા દરમ્યાન આરોપીઓએ લાંચના છટકાના ફરીયાદી
પાસેથી લાંચની રકમ ન લીધી હતી જેથી લાંચનુ છટકુ નિષ્ફળ જાહેર કરી પોલીસ ઇન્સપેકટર, સુરત ગ્રામ્ય
એ.સી.બી. પો.સ્ટે. નાઓએ પ્રાથમીક તપાસ હાથ ધરેલ હતી.
જે તપાસના કામે એકત્રીત થયેલ
પુરાવા આધારે આરોપીઓએ એકબીજાના
મેળાપીપણામાાં ગુનો કરેલ જાણવા મળ્યું હતું. ફરીયાદીના ભાઇને કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ સુધી ગેરકાયદેસર અટકાયતમા રાખેલ હતા
તેમજ ફરીયાદીના ભાઇને આરોપી કુલદીપદાન બારહટ નાઓના કહેિાથી તા.૧૧.૦૯.૨૦૨૦ ના રોજ આરોપી
અલ્પેશભાઇ, દિપકભાઇ, જયદીપભાઇ અને સાગરભાઇ ફોરચ્યુનર કારમાં ગેરકાયદેસર રીતેઅમદાવાદ
ખાતે તપાસમાાં લઇ ગયેલ હોવાનું પણ પ્રાથમીક તપાસ દરમ્યાન જણાવા મળેલ છે.
પ્રાથમીક તપાસ દરમ્યાન
એકત્રીત થયેલ પુરાવા ઓનેધ્યાનેલેતા આરોપી જયેશભાઇ અને અલ્પેશભાઇ પાસે લાંચ લેવાનું જણાવવા મળેલ હતું. જે અંગે એલ.સી.બી.એ કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.બી.વનાર સહિત કામરેજ પોલીસ સ્ટેશનના અન્ય ૦૯ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ લાંચ લીધેલાનો ગુન્હો નોંધી વધૂતપાસ હાથધરવામાં આવી છે.