નિસર્ગથી અતિ-અતિ ભારે વરસાદ અને પ્રચંડ મોજાનો ભય.
નિસર્ગ વાવાઝોડાને લીધે તોફાની પવન કરતા અતિથી અતિ ભારે વરસાદનો ભય.
૮ થી ૧૦ ઇંચ સુધી વરસાદ અને ૧૦ થી ૨૦ ફુટના પ્રચંડ મોજા ઉછળશે તેનો ભય.
આવતીકાલે ત્રીજી જુને સવારે મોટી ભરતી (હાઇટાઇડ) સમયે જો અતિભારેે વરસાદ અને તોફાની પવન ફુંકાશે તો સ્થિતિ અત્યંત ભયાવહ બનશે.
કાલે સવારે મુંબઇમાં ”હાઇટાઇડ” સમયે જો અતિભારે વરસાદને તોફાની પવન ફુંકાય તો સ્થિતિ ગંભીર.
હવામાન ખાતા અનુસાર વાવાઝોડાવાળી સિસ્ટમ્સ સુરતથી ૮૫૦ કિ.મી. દૂર છે અને ડિપડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે. જે આજ સાંજ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. વાવાઝોડુ ઉદ્દભવ્યા બાદ આવતીકાલે સાંજે અથવા મોડી રાત્રે ઉત્તર મહારાષ્ટ્રના રાયગઢ અને દક્ષિણ ગુજરાતના દમણના દરિયામાંથી પસાર થશે. આ સમયે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાશે. સાથોસાથ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ સહિતના વિસ્તારોમાં તેમજ કનિદૈ લાકિઅ દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલ બપોરથી આ વાવાઝોડાની અસર દેખાવા લાગશે. તંત્ર દ્વારા નવસારીના ૪૨, સુરતના ૪૦, ભરૂચના ૪, ભાવનગરના ૩૩, અમરેલીના ૧૭ સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો દરિયાકાંઠાના નજીકના ગામોને ખાલી કરી દેવા સુચનાઓ પણ આપવામાં આવી છે