September 21, 2026
અપરાધગુજરાત

નિકોલના હોન્ડા શોરૂમના 3 કર્મચારીઓ એ જ ગોડાઉનમાંથી 29 એક્ટિવા અને 2 બાઈક ચોરી કરી

અમદાવાદના નિકોલ વિસ્તારમાં નોકરીની સાથે સાથે ‘શોર્ટ કટ’થી રૂપિયા કમાવવાની લાલચમાં ત્રણ ગઠિયાઓએ પોતાના જ માલિકને લાખોનો ચૂનો લગાવ્યો છે. નિકોલના એક હોન્ડા શોરૂમના ગોડાઉનમાંથી 29 એક્ટિવા અને 2 બાઈક ચોરી થવાની ઘટનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી શાહિદ શેખ આ જ કંપનીના ગોડાઉનમાં કામ કરતો હતો. જ્યારે પણ ગોડાઉનથી શોરૂમ પર વાહનો લઈ જવાના હોય, ત્યારે શાહિદ નજર ચૂકવીને એક કે બે એક્ટિવા વધુ કાઢી લેતો હતો. આ એક્ટિવા તે તેના મિત્ર દિગુરાજ રાઠોડને માત્ર 25 થી 30 હજાર રૂપિયામાં આપી દેતો હતો. દિગુરાજ આ વાહનોને ધંધુકા, માંડલ અને વિરમગામ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં 35 થી 40 હજારમાં વેચી દેતો હતો. આ કામમાં ગોડાઉનમાં કામ કરતો એક કિશોર પણ તેમને મદદ કરતો હતો.

આરોપીઓ બહુ ચાલાકીથી મોટાભાગે બ્લેક કલરના એક્ટિવા જ ચોરતા હતા, કારણ કે ગોડાઉનમાં બ્લેક વાહનોની સંખ્યા વધુ હોવાથી કોઈનું ધ્યાન ન જાય. છેલ્લા ત્રણ મહિનાથી ચાલતો આ ખેલ ત્યારે ખતમ થયો જ્યારે કંપનીના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં વાહનોની સંખ્યા ઓછી માલૂમ પડી. નિકોલ પોલીસે ગુનો નોંધી ઝોન-5 સ્ક્વોડની મદદથી 26 એક્ટિવા કબજે કર્યા છે અને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Related posts

ગુજરાત બોર્ડની એસએસસી પરીક્ષાનું એડમિટ કાર્ડ કરાયું જારી, આ રીતે કરી શકાય છે ડાઉનલોડ

Ahmedabad Samay

પાસા ના નવા નિયમો નો સખ્તાઈ પૂર્વક અમલ થશે

Ahmedabad Samay

મલ્‍ટી કોમોડિટી એક્‍સચેન્‍જ અને બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો

Ahmedabad Samay

અસારવા વિસ્તારમાં ના  બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર્સ

Ahmedabad Samay

કઠવાડાગામમાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક (પ્રી-પ્રાઇમરી) સ્કૂલ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો