આજ રોજ અમદાવાદના થલતેજ ખાતે કવિન્સ કપ ગર્લ ફૂટબોલ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અર્બન બુલ્સ અને મેઝીક સ્પોર્ટ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં બન્ને ટિમો વચ્ચે કાંટાની ટક્કર થઇ હતી મેચ અત્યંત રસાકસી ભરી હતી. મેચમાં અર્બન બુલ્સની ટીમે શાનદાર પ્રદશન દાખવ્યું હતું ,
અર્બન બુલ્સ એ મેઝીક સ્પોર્ટને ૧-૦ થી હરાવ્યું હતું. અબર્ન બુલ્સ તરફથી પ્રિયંકા પંડ્યાએ શાનદાર ગોલ કરી જીત અપાવી હતી, ટુર્નામેન્ટમાં ક્રિષ્ના સોરઠયાને સર્વ શ્રેષ્ઠ ગોલકીપર તરીકે ખિતાબ આપવામાં આવ્યો, જ્યારે દ્રિષ્ટિ પંથને ટુર્નામેન્ટમાં સુંદર પ્રદશન કરવા બદલ સર્વ શ્રેષ્ઠ ખેલાડી તરીકે ઘોષિત કરવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે સબ ઇન્સ્પેક્ટર શ્રી અલ્પાબેન ખત્રી હાજર રહ્યા હતા. મેચમાં રેફરીની અહેમ ભૂમિકા તરીકે અમદાવાદના રેફરી એસોસિએશનના પ્રમુખ શ્રી આર. વી. યાદવ , ધવલ રાણા અને વિશાલે કરી હતી.
આવી રીતે ગર્લ્સ ફૂટબોલનું આયોજન કરી યુવતીઓને સારું પ્રોત્સાહન મળે તેવું કામ કરવામાં આવ્યું હતું.