October 6, 2024
ગુજરાત

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં શ્રમિકોને રૂ. 289માં પાંચ લાખનો અને રૂ. 499માં દસ લાખનો આકસ્મિક વીમો

અમદાવાદની વેજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરના હસ્તે મકરબા ગામમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના થકી ભારતીય ટપાલ વિભાગના સહયોગથી સેવા વિતરણ કરવામાં આવ્યું હતું. મકરબા ગામમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંગે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમિતભાઈ ઠાકરે પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના દ્વારા શ્રમિકોની સુરક્ષા માટે લાવવામાં આવેલી આ એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો લાભ ગુજરાતના તમામ શ્રમિકો મેળવી શકે છે. આ યોજનામાં શ્રમિકોને રૂ. 289 માં પાંચ લાખનો અને રૂ. 499 માં દસ લાખનો આકસ્મિક વીમો મળવાપાત્ર છે. આ ઉપરાંત, મેડિકલ ક્લેમ જેવા અનેક ફાયદા પણ આ યોજનામાં આપવામાં આવે છે. અમિતભાઈ ઠાકરે શ્રમિકોને આ
યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, આ યોજના શ્રમિકોની સુરક્ષા માટે એક
મહત્વપૂર્ણ સહાયરૂપ યોજના છે.

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંગે જાગૃતિ લાવવા માટે પોસ્ટ ખાતા દ્વારા શ્રમિકોને માહિતી આપવામાં આવી હતી અને તેમને યોજનાનું રજીસ્ટ્રેશન કરાવવામાં મદદ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત પોસ્ટલ રીજીયનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જે. જી. મકવાણા, અમદાવાદ શહેર ટપાલ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિંટેન્ડેન્ટ એચ. જે. પરીખ અને અમદાવાદ શહેર ટપાલ વિભાગ પાલડી પોસ્ટ ઓફિસમાં કાર્યરત પોસ્ટલ આસિસ્ટન્ટ કે. બી. ચાવડા હાજર રહ્યા હતા.

Related posts

ટેલિફોન પર જ પ્રજાના કામ કરતા બાપુનગર વોર્ડના કાઉન્સિલર શ્રી પ્રકાશ ગુર્જરજીનો જનતાએ આભાર વ્યકત કર્યો

Ahmedabad Samay

સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ  લીધા છે.

Ahmedabad Samay

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

આજે ગુજરાતના વીર પુરુષ શ્રી ડી.જી.વણઝારા સાહેબનો જન્મ દિન છે

Ahmedabad Samay

આકાશમાંથી અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે.

Ahmedabad Samay

અખબારનગર અંડર પાસમાં પુરઝડપે જતી બીઆરટીએસ બસ અંડર પાસની દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો