August 7, 2026
ગુજરાત

ડીસેમ્બર મહિના સુધી ધોરણ ૧ થી પ ના વર્ગ નહિ ખુલ્લે

આગામી ડીસેમ્બર મહિના સુધી ધોરણ ૧ થી પ એટલે કે લોઅર પ્રાઈમરીના વર્ગો શરૂ થવાની કોઈ શકયતાઓ જોવા મળતી નથી. નાના બાળકોની રસી હજી ઉપલબ્ધ નથી. વળી બાળકોને મુદ્દે હજી વાલીઓ ચિંતિત છે. વાલીઓ હાલના તબકકે બાળકોને શાળાએ મોકલવા તૈયાર થાય કે કેમ ? તે પણ આશંકા છે. આ સંજોગોમાં શિક્ષણ વિભાગે હાલ લોઅર પ્રાઈમરી શરૂ કરવાનુ વિચારવું ન જોઈએ તેવો મત વાલીઓ અને શિક્ષકોમાં પ્રવર્તિ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, એક તબક્કે લોઅર પ્રાઈમરી એટલે કે ધોરણ ૧ થી પના વર્ગો શરૂ કરી દેવાની દિશામાં રાજય સરકારના શિક્ષણ વિભાગે પ્રાથમિક તબક્કે વિચારણા પણ શરૂ કરી દીધી હોવાનું કેળવણી જગતના સુત્રોનુ કહેવું છે. પરંતુ શિક્ષક આલમ અને વાલી વર્ગમાંથી આ મુદ્દે વિરોધનો સૂર રેલાતાં આખરે શિક્ષણ વિભાગે લોર પ્રાઈમરીના વર્ગો શરૂ કરવાનુ હાલના તબકકે માંડી વાળ્યું હોય તેમ બને.

બીજી બાજૂ કોઈપણ રોગની અસર નાના બાળકોને વહેલી તકે થતી હોય છે. બાળકોમાં જો વાયરલ ફેલાય તો તેને નિયંત્રીત કરવું પણ ઘણું મૂશ્કલ થાય તેમ પણ બને. આ સંજોગોમાં સરકારે હાલ લોઅર પ્રાઈમરીના વર્ગો શરૂ કરવાનુ જોખમ ને લેવું એ જ શ્રેયકર છે.

Related posts

શુક્રવાર ૨૩/૦૪/૨૦૨૧ ના રોજ છે કામદા એકાદશી. જાણો વ્રતની કથા અને ફાયદા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

Ahmedabad Samay

UPSCસિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામોમાં ગુજરાતના યુવાનોએ ફરી એકવાર મેદાન માર્યું

Ahmedabad Samay

ધોરણ 12નું સાયન્સનું પરીણામ જાહેર, જાણો શું આવ્યું પરીણામ, કયા જિલ્લાના વિદ્યાર્થીઓએ મારી બાજી

Ahmedabad Samay

વધુ એક બોગસ ડોકટર ઝડપાયો,રેથલ ગામે ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

Ahmedabad Samay

દેશમાં મોંઘવારીએ જબરો વિકાસ કર્યો, મધ્‍યમ વર્ગ ઉપર રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો