September 11, 2026
અપરાધ

ચેક બાઉન્સ થવા ગંભીર ગુન્હામાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો

ચેક બાઉન્સ થવા ગંભીર ગુન્હામાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો અને ગુનેહગારને કડક સજા ફટકારી યોગ્ય ન્યાય અપાવ્યું

આ કેસની સંપૂર્ણ વિગત આ પ્રમાણે છે,અશોકભાઈ આતાજી બારૈયાના કૌટુંબિક જમાઈ પાર્થિવ ઉર્ફે ગોપાલ અરવિંદભાઈ દવે રહે, બ્રાહમણવાસ, લાંભા, અમદાવાદ વાળાને અશોકભાઇની ગાંધીનગર મુકામે આવેલ ખેતીની જમીનના કાનુની વિવાદ સબબ પાર્થિવને કાનુની કાર્યવાહી માટે રૂl.૫,૦૦,૦૦૦/- ચુકવેલ છે, પરંતુ પાર્થિવ દ્રારા કોઈ દરકાર લીધેલ નહિ અને પાર્થિવએ રૂl.૫,૦૦,૦૦૦/-માંથી રૂl.૨,૫૦,૦૦૦/- નો ચેક પરત ચુકવણી માટે અશોકભાઈને ચેક લખી આપેલ હોય, જે ચેક આરોપી પાર્થિવની સુચનાથી અશોકભાઈ દ્રારા બેંકમાં રજુ કરતા ચેક રીર્ટન થયો અશોકભાઈને તેમની કાયદેસરની રકમ મળેલ ન હોય, અને પોતાના નાણા પરત મેળવવા માટે તેમણે પાર્થિવને વકીલશ્રી મારફતે લીગલ નોટીસ મોકલાવેલ અને નોટીસ બઝી ગયેલ હોવા છતાં પાર્થિવ દ્રારા અશોકભાઈની રકમ પરત ચુકવવા કોઈ દરકાર કરેલ નહી કે નોટીસનો જવાબ આપેલ નહી.

જેથી નાછુટકે અશોકભાઈ દ્રારા પોતાના ઉપર થયેલ વિશ્વાસઘાત અને છેતરપીંડી તથા પોતાની કાયદેસરની રકમ પરત મેળવવા ગાંધીનગર કોર્ટમાં પાર્થિવ વિરુદ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હોય. જેમાં નામદાર કોર્ટે ફરિયાદ સમય મર્યાદામાં હોય, જે ધ્યાને લઈ આરોપી પાર્થિવને અદાલત સમક્ષ હાજર રહેવાનો હુકમ ફરમાવેલ હોય. આરોપી દ્રારા ગુનો ક્બુલવાનો ઇનકાર કરતા આરોપી પાર્થિવની પ્લી લેવામાં આવેલ, ફરીયાદીની ફરિયાદ સાબિત કરવા પુરાવા રજુ કરેલ હતા. ત્યાર બાદ ફરિયાદ પક્ષ તેમની સમર્થનમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના અલગ-અલગ જજમેન્ટો રજુ કરેલ અને દલીલો કરેલ હતી.

આમ, ગાંધીનગરની કોર્ટમાં સમ્રગ કેસ ચાલ્યા બાદ ફરિયાદી અશોકભાઈએ આરોપી સમ્રગ કેસ વિરુદ્ધ કરેલ ચેક રીર્ટનની ફરિયાદ સમય મર્યાદામાં, કાયદેસરની અને સાચી હોય, જેથી નામદાર કોર્ટ દ્રારા માનવામાં આવેલ હોય અને આ કામના આરોપી પાર્થિવ દ્રારા કેસ લંબાવવા કરેલ વર્તણુક અને સમગ્ર રેકર્ડ ધ્યાને લઈ આરોપી પાર્થિવ ઉર્ફે ગોપાલ

અરવિંદભાઈ દવેને તકસીરવાર ઠરાવી પાર્થિવને એક વર્ષની સજા અને ફરીયાદીને બે લાખ પચાસ હજાર પુરાનું વળતર ચુકવવાનો હુકમ ફરમાવેલ હોય તેમજ હુકમની તારીખે પાર્થિવ ગેરહાજર રહેલ હોય, જેથી નામદાર કોર્ટ દ્રારા પાર્થિવ વિરુધ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવેલ છે. અને ફરીયાદીને ન્યાય આપેલ છે.

Related posts

નિયમોના ઉલ્લંઘન માટે જાણીતું ‘મનપસંદ જીમખાના’ આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રડારમાં, મનપસંદ જીમખાના કરાયું સીલ

Ahmedabad Samay

કુબેરનગરમાં બિલ્ડીંગ નીચે દટાઈ મૃત્યુ પામેલા પુત્રના પિતાએ એજ સ્થાને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો

Ahmedabad Samay

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બની ફાયરીંગની ઘટના, SOG દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

બંગાળમાં ઇલેક્શન બાદ ફાટી નીકળેલ હિસ્સા પર અખિલ વિશ્વ હિન્દુ એકતા મચે કરી લાલઆંખ,રાષ્ટ્રપતિ શાસન ની કરી માંગ

Ahmedabad Samay

જાહેર ચેતાવણી.

Ahmedabad Samay

અમદાવાદ: ભરૂચ ઋષિકુલના માધવ સ્વામી અને 10 લોકોએ બે ભાઈ પર જીવલેણ હુમલો કર્યો! 21 લાખની લેતીદેતીનો મામલો

admin

એક ટિપ્પણી મૂકો