August 6, 2026
ટેકનોલોજી

બેંગલુરુ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ ‘ગેલેક્સી આઈ સ્પેસ’ (GalaxEye) દ્વારા તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક સેટેલાઇટ ‘દ્રષ્ટિ’ (Drishti) નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું

ભારતના સ્પેસ સેક્ટરમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. બેંગલુરુ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ ‘ગેલેક્સી આઈ સ્પેસ’ (GalaxEye) દ્વારા તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક સેટેલાઇટ ‘દ્રષ્ટિ’ (Drishti) નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ સેટેલાઇટ દુનિયાનો પ્રથમ ‘ઓપ્ટોસાર’ (OptoSAR) સેટેલાઇટ છે, જે ટેકનોલોજીની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ અને ભારતની કોઈ ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો સેટેલાઇટ છે.

શું છે ‘ઓપ્ટોસાર’ ટેકનોલોજી? સામાન્ય રીતે સેટેલાઇટમાં બે પ્રકારની ટેકનોલોજી હોય છે: ઓપ્ટિકલ કેમેરા અને રડાર. ઓપ્ટિકલ કેમેરા સ્પષ્ટ તસવીરો આપે છે પણ રાત્રે કે વાદળછાયા વાતાવરણમાં કામ કરી શકતા નથી. જ્યારે રડાર ટેકનોલોજી અંધારામાં જોઈ શકે છે પણ તેની તસવીરો ઓછી સ્પષ્ટ હોય છે. ‘મિશન દ્રષ્ટિ’ ની ખાસિયત એ છે કે તેમાં આ બંને ટેકનોલોજીનું મિશ્રણ એટલે કે ‘OptoSAR’ નો ઉપયોગ થયો છે. જેના કારણે તે ગમે તેવા ખરાબ વાતાવરણ, વરસાદ કે ઘનઘોર અંધારામાં પણ પૃથ્વીની અત્યંત સ્પષ્ટ અને રંગીન તસવીરો લેવામાં સક્ષમ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવા સાહસિકોને બિરદાવ્યા આ ઐતિહાસિક સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “GalaxEye નું ‘મિશન દ્રષ્ટિ’ આપણી અવકાશ યાત્રામાં એક મોટી ઉપલબ્ધિ છે. દુનિયાના પ્રથમ OptoSAR ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ આપણા યુવાનોના ઈનોવેશન અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેના જુસ્સાનું પ્રમાણ છે.” વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપના સ્થાપકો અને સમગ્ર ટીમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવશે 190 કિલોગ્રામ વજન ધરાવતા આ સેટેલાઇટના ડેટાથી અનેક ક્ષેત્રોમાં મોટો ફાયદો થશે:

રાષ્ટ્રીય સુરક્ષા: સરહદો પર 24 કલાક સતત અને સચોટ દેખરેખ રાખી શકાશે.   કૃષિ: પાકની સ્થિતિ અને તેની ચોકસાઈપૂર્વકની મોનિટરિંગમાં મદદ મળશે.

આપત્તિ વ્યવસ્થાપન: પૂર કે ચક્રવાત જેવી આફતો દરમિયાન વાદળોની આરપાર જોઈ શકાતું હોવાથી રાહત કામગીરીમાં ઝડપ આવશે.

પર્યાવરણ: આબોહવા પરિવર્તન અને જંગલોના કપાત પર નજર રાખી શકાશે. ‘મિશન દ્રષ્ટિ’ ની સફળતાએ વૈશ્વિક સ્પેસ માર્કેટમાં ભારતની ધાક વધુ મજબૂત કરી છે. GalaxEye દ્વારા નિર્મિત આ સેટેલાઇટ માત્ર ટેકનોલોજીનું પ્રદર્શન નથી, પરંતુ ભવિષ્યના ‘આત્મનિર્ભર ભારત’ની એક સ્પષ્ટ ઝલક પણ છે. આ લોન્ચિંગ સાથે જ ભારત હવે ખાનગી સ્પેસ સેક્ટરમાં દુનિયાના અગ્રણી દેશોની હરોળમાં આવી ગયું છે.

Related posts

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp તેના GIF ફીચરમાં એક મોટું પરિવર્તન કરવા જઈ રહ્યું છે, જાણો શુ છે આ ફેરફાર

Ahmedabad Samay

YouTube એ ટીવી માટે Multiview ફીચર કર્યું લાઇવ, હવે એક જ સ્ક્રીન પર ચાલશે ચાર શો

Ahmedabad Samay

Acerએ લોન્ચ કર્યા ઘણા સ્માર્ટ ટીવી, ઓછા બજેટમાં મળશે પ્રીમિયમ એક્સપિરિયન્સ, જાણો વિગતો

Ahmedabad Samay

ઇલેક્‍ટ્રોનિક વસ્‍તુઓમાં વપરાતા ઘટકો પર બેઝિક કસ્‍ટમ્‍સ ડ્‍યુટી (BCD) માફ કરી દીધી, મોબાઈલ, લેપટોપ અન્ય વસ્તુઓ થઇ સસ્તી

Ahmedabad Samay

Traffic Challan: જો તમે આ વસ્તુ કારમાં મુકો છો, તો કપાઈ શકે છે ભારે ચલણ, સાવચેત રહો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો