August 26, 2026
ગુજરાત

હવે ગુજરાતમાં માત્ર સિહ, વાઘ, દીપડા, ઘૂડખર જ નહિ પણ ડોલ્‍ફિન પણ જોવા

હવે ગુજરાતમાં માત્ર સિહ, વાઘ, દીપડા, ઘૂડખર જ નહિ પણ ડોલ્‍ફિન પણ જોવા મળે છે.વર્ષ ૨૦૨૪માં ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્‍યમાં ડોલ્‍ફિનની વસ્‍તી ગણતરી કરવામાં આવી હતી. રાજ્‍ય સરકારના પ્રયાસોના પરિણામે ગુજરાતના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્‍તારમાં અંદાજે ૬૮૦ ડોલ્‍ફિન નોંધાઈ હતી.

ત્‍યારે રાજ્‍ય સરકારના પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ ટ્‍વીટર પર વીડિયો શેર કર્યો છે. જેમાં ગુજરાતના દરિયાકાંઠે ડોલ્‍ફિન મસ્‍તી સાથે કુદકા મારતી જોવા મળે છે. આ સાથે જ તેમણે લખ્‍યું કે, ડોલ્‍ફિન જોવા માટે હવે વિદેશ જવાની જરૂર નથી… બસ ગુજરાત આવો! ગુજરાતના પહેલા ક્‍યારેય ન જોયેલા કુદરતના જાદુનો અનુભવ કરો.

ઉલ્‍લેખનીય છે કે ગુજરાતને દેશના અન્‍ય રાજ્‍યોની સરખામણીએ સૌથી લાંબો ૧૬૦૦ કિમીનો દરિયાકાંઠો મળ્‍યો છે. ગુજરાતને સિધુ સભ્‍યતાથી જ દરિયાઈ વ્‍યાપારનો ઇતિહાસ અને વારસો મળ્‍યા છે. ત્‍યારે હવે આ દરિયાકાંઠાના આકર્ષણમાં ડોલ્‍ફિન જેવા જીવસૃષ્ટિએ પણ વધાર્યું છે. ડોલ્‍ફિન માછલીએ દરીયાઈ જીવમાં સૌથી વધુ બુધ્‍ધિશાળી અને રમતીયાળ જીવ માનવામાં આવે છે. જયારે ૨ કે તેથી વધુ ડોલ્‍ફિન સાથે હોય ત્‍યારે દરીયામા મસ્‍તી સાથે કુદકા મારતી જોવા મળે છે.

વર્ષ ૨૦૨૪ની ડોલ્‍ફિન વસ્‍તીગણતરીના આકડાઓ પર નજર કરીએ કચ્‍છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્‍ચુરીના, ઓખાથી નવલખી સુધી વિસ્‍તરેલા ૧૩૮૪ ચો.કિ.મીનીના વિસ્‍તારમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્‍ફિન હોવાનો વન વિભાગે અંદાજ લગાવ્‍યો હતો. જ્‍યારે કચ્‍છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્‍છ વર્તુળ હેઠળના ૧૮૨૧ ચો.કિ.મી.માં ૧૬૮, ભાવનગરના ૪૯૪ ચો.કિ.મી.માં ૧૦ તેમજ મોરબીના ૩૮૮ ચો.કિ.મી.માં ૪ ડોલ્‍ફિન જોવા મળી છે. આમ કુલ મળીને ૪૦૮૭ ચો.કિ.મી. ના દરિયા વિસ્‍તારમાં અંદાજે ૬૮૦ ડોલ્‍ફિન નોંધાઈ હતી

Related posts

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

Ahmedabad Samay

દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને જપ્ત કરી હરાજી કરાશે

Ahmedabad Samay

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળ પાસે એક મકાન ધરાશાયી,

Ahmedabad Samay

બપોરે અમદાવાદની સ્કૂલોને મળી બ્લાસ્ટની ધમકી,ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ

Ahmedabad Samay

યુ એન મહેતા હોસ્પિટલમાં ૫૬ વર્ષના એક દર્દીએ છઠ્ઠા માળેથી પડતું મૂક્યું, સારવાર દરમ્યાન મૃત્યુ થયું

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે 27 કરોડના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ થવાની તૈયારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો