September 27, 2026
ગુજરાત

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આ વર્ષના ફ્લાવર શોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આ વર્ષના ફ્લાવર શોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તરાયણના પર્વ નિમિત્તે રજાનો આનંદ માણવા માટે લોકોએ ફ્લાવર શો પર પસંદગી ઉતારી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તરાયણના દિવસે માત્ર 24 કલાકમાં 78,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી, જેના કારણે કોર્પોરેશનને એક જ દિવસમાં 90 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે.

ફ્લાવર શો માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતો મર્યાદિત રહ્યો નથી. અહીં જોવા મળી રહેલી વિવિધ કલાકૃતિઓ અને દુર્લભ ફૂલોને જોવા માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પહેલી જાન્યુઆરીથી શરૂ થયેલા આ શોમાં અત્યાર સુધીમાં કુલ 6 લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે, જેનાથી તંત્રને અત્યાર સુધી 6 કરોડ રૂપિયાની અધધ આવક થઈ છે.

આગામી દિવસોમાં મુલાકાતીઓનો આ આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. આકર્ષક સ્કેલ્પચર્સ, વર્ટિકલ ગાર્ડન અને વિવિધ થીમ આધારિત ફૂલોનું ડેકોરેશન આ વર્ષના મુખ્ય આકર્ષણો છે.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચએ તાંડવ વેબ સિરીઝ સામે કરી લાલઆંખ,સૈફઅલી ખાન નું પૂતળા દહન કરવામાં આવ્યું

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

 કેન્દ્ર સરકારે મંગળવારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે પ્રીમિયમમાં વધારો કર્યો

Ahmedabad Samay

રક્ષક જ બન્યો ભક્ષક, સિનિયર પી.આઇ. વિરુદ્ધ જ કરાઇ ફરિયાદ

Ahmedabad Samay

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓને તપાસ અર્થે જતા એક મોટી દુર્ઘટના સર્જાઈ, અકસ્માતમાં પોલીસકર્મી સહિત ૩ નાં મોત,તેમજ PSI સોલંકી થયા ઇજાગ્રસ્‍ત

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ : સી આર પાટીલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો