રાજકોટના અવકાશમાં અવાજ સાથે સાથ રંગથી પ્રકાશિત તરંગો દેખાયા
ઉપલેટા પંથકમાં આકાશમાં ભેદી ધડાકા સંભળાયા જેને સાંભળતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને આકાશમાં પ્રકાશના ભેદી તરંગો જોવાયા હતા.
લોકોના જણાવ્યા મુજબ આકાશમાં એક સાથે છ થી સાત પ્રકાશ ફેંકતી વસ્તુઓ દેખાઇ હતી અને અવાજ આવતો હતો આ ઘટનાથી લોકોમાં કુતુહલ ફેલાયું છે