September 27, 2026
દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની રાજ્યના મુખ્યમંત્રી સાથેના મીટીંગ બાદ મળી શકે સારા સમાચાર

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજે તમામ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ સાથે ફરી એક વાર મીટીંગ કરી રહ્યા છે. જેમાં ૧૭મી મે પછીની રણનીતિ પર ચર્ચા કરાશે. તમામ રાજ્યના સીએમ સાથે મીટીંગ બાદ આવતા બે ત્રણ દિવસ સુધીમાં આગળની રણનીતિને અંતિમ નિર્ણય આપી દેવાશે. શનિવારે કે રવિવારે  વડાપ્રધાન દેશને  ફરી એક વાર પ્રજાને સંબોધન કરી શકે છે. કોરોના પર તેમનુ આ ચોથુ સંબોધન હશે.

આ દરમિયાન આવતા સપ્તાહથી લોકડાઉનમાં રાહત મળવાની સંભાવના પણ દેખાઈ રહી  છે. સરકાર વધુ છૂટછાટો આપવાનુ મન બનાવી રહી છે અને તેનુ માળખુ આ બેઠકમાં નક્કી થઈ જશે. વધુ ઉલ્લેખનીય છે કે રેલ્‍વે શરૂ થતા છૂટછાટની આશા પણ દેખાઈ રહી છે. આજની મીટીંગમાં તમામ મુખ્‍યમંત્રીઓને પોતાના વિચાર રાખવા જણાવાયુ છે. કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન સિવાય તમામ જગ્‍યાએ છૂટ આપવાની તૈયારી કરી રહી  હોવાનું પણ જાણવા મળેલ છે. આજની બેઠકમાં પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને સ્‍વાસ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધન પણ હાજર રહેશે.

હવે જોવાનું એ છે કે આ મિટિંગ બાદ સરકાર દ્વારા કયા પ્રકારની છૂટ આપવામાં આવશે .

Related posts

ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો

Ahmedabad Samay

કોરોના રસીને લઇ ૨૫ ડિસેમ્બરે આવી શકે છે ખુશખબરી

Ahmedabad Samay

મુંબઈના ચેમ્બુરમાં બનેલી દુઃખદ ઘટના બદલ અમોલ ધબડગે એ દુઃખ વ્યક્ત કર્યું.

Ahmedabad Samay

એરટેલ દ્વારા પ્રિપેઇડ પ્લાન્સ ૨૫ ટકા જેટલા મોંઘા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

Ahmedabad Samay

શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-વન) પર જોઝિલા દર્રાના ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભીષણ હિમસ્ખલન થતાં ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા

Ahmedabad Samay

રૂસી સેના ખારકીવમાં ઘુસી પૂર્વી શહેર ખારકીવમાં એક સ્‍થાનિક હોસ્‍પીટલ ઉપર હૂમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો