વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફરી એક વાર મીટીંગ કરી રહ્યા છે. જેમાં ૧૭મી મે પછીની રણનીતિ પર ચર્ચા કરાશે. તમામ રાજ્યના સીએમ સાથે મીટીંગ બાદ આવતા બે ત્રણ દિવસ સુધીમાં આગળની રણનીતિને અંતિમ નિર્ણય આપી દેવાશે. શનિવારે કે રવિવારે વડાપ્રધાન દેશને ફરી એક વાર પ્રજાને સંબોધન કરી શકે છે. કોરોના પર તેમનુ આ ચોથુ સંબોધન હશે.
આ દરમિયાન આવતા સપ્તાહથી લોકડાઉનમાં રાહત મળવાની સંભાવના પણ દેખાઈ રહી છે. સરકાર વધુ છૂટછાટો આપવાનુ મન બનાવી રહી છે અને તેનુ માળખુ આ બેઠકમાં નક્કી થઈ જશે. વધુ ઉલ્લેખનીય છે કે રેલ્વે શરૂ થતા છૂટછાટની આશા પણ દેખાઈ રહી છે. આજની મીટીંગમાં તમામ મુખ્યમંત્રીઓને પોતાના વિચાર રાખવા જણાવાયુ છે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાય તમામ જગ્યાએ છૂટ આપવાની તૈયારી કરી રહી હોવાનું પણ જાણવા મળેલ છે. આજની બેઠકમાં પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ હાજર રહેશે.
હવે જોવાનું એ છે કે આ મિટિંગ બાદ સરકાર દ્વારા કયા પ્રકારની છૂટ આપવામાં આવશે .