અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બ્લેકમેઇલિંગની એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતી એક હિન્દુ યુવતી લવ જેહાદનો શિકાર બની છે. આ સમગ્ર ઘટનાની શરૂઆત ઓનલાઈન ‘લુડો’ ગેમથી થઈ હતી. લુડો ગેમમાં સંપર્કમાં આવ્યા બાદ આરોપી અને યુવતી એચ એન્ડ ટી (H&T) એપ્લિકેશન પર વાત કરતા હતા.
ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી અને તેઓ સ્નેપચેટ તથા વોટ્સએપના માધ્યમથી વાતચીત કરવા લાગ્યા હતા. ત્યારબાદ તેને છેતરીને તેની પાસે ન્યૂડ વીડિયો કોલ કરાવ્યા હતા. આ ગંભીર મામલે ફરિયાદ નોંધાતા જ કણભા પોલીસે 26 વર્ષીય આરોપી બિટ્ટુ ખાનની તાત્કાલિક ધરપકડ કરી છે અને સમગ્ર મામલાની વધુ સઘન તપાસ હાથ ધરી છે.
મૂળ દસ્ક્રોઇની સગીરા વલ્લભ વિદ્યાનગર ખાતે હોસ્ટેલમાં રહે છે અને બીએસસી ઈન જેનેટિકનો અભ્યાસ કરે છે. થોડા દિવસ પહેલા આ સગીરા હોસ્ટેલથી તેના ઘરે આવી હતી. તે સમયે તે સુનમૂન રહેતી હોવાથી તેની માતાએ તેને પૂછતા તેણે એક વ્યક્તિ હેરાન પરેશાન કરીને બીભત્સ માંગણીઓ કરીને બ્લેકમેલ કરતો હોવાની હકીકત જણાવી હતી. સગીરાએ જણાવ્યું કે તે હોસ્ટેલમાં રહેતી હતી ત્યારે તેણે ફેબ્રુઆરી માસમાં તેની ફ્રેન્ડની મદદથી એક ફોન ખરીદ્યો હતો. અને તેમાં પ્લે સ્ટોર પરથી મેસેજિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશનથી તેને સોનુ નામના યુવક સાથે સંપર્ક થયો હતો અને બંને એક બીજા સાથે વાતચીત કરતા હતા. ત્યારે આ યુવકે તેની ઉંમર 23 વર્ષની હોવાનું જણાવીને પોતે કુવારો હોવાનો દાવો કરતો હતો. જે બાદ આ સોનુ નામના યુવકે ન્યૂડ વિડીયો કોલ કરવા દબાણ કર્યું હતું, ત્યારે સગીરા સાથે વિડીયો કોલમાં વાતચીત દરમિયાન કપડાં ઉતારવાનું કહેતો હતો. સગીરા મનાઈ કરે તો મરી જવાની ધમકી આપીને ઝઘડો કરીને મરતી વખતે તારું નામ લખી દઈશ તેવી ધમકી આપતો હતો.
જેથી આ યુવકની ધમકીઓને વશ થઈને સગીરાએ વિડીયો કોલ કર્યો હતો અને આ વિના મરજીએ આ યુવકની માંગણી પૂરી કરી હતી. યુવક જ્યારે સગીરાને મળતો ત્યારે શારીરિક સંબંધો માટે પણ દબાણ કરતો હતો. આ યુવકના મિત્ર થકી સગીરાને જાણવા મળ્યું કે તેનું નામ સોનું નહીં પરંતુ બીટ્ટુ ખાન છે અને તે મધ્યપ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી છે. બીટ્ટુ ખાન પરણિત છે અને તેને એક પુત્ર પણ છે. જેથી આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા આરોપી બીટ્ટુ ખાને પત્ની સાથે છૂટાછેડા લેવાના છે તેમ કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં ફરી ન્યૂડ વીડિયો કોલની વાત કરતા સગીરાએ મનાઈ કરી હતી. ત્યારે આરોપી બીટ્ટુ ખાને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે સગીરાની માતાએ પોલીસને જાણ કરતા કણભા પોલીસે આ મામલે બીટ્ટુ ખાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અને મૂળ એમપી ના ગ્વાલિયર ના મુસ્લિમ યુવક આરોપી બિટ્ટુ ખાન ની ધરપકડ કરી આરોપી ના મોબાઇલ ને એફએસએલ માં મોકલી આપી ને તપાસ હાથ ધરાય છે કે આ ગુજરાત ની સગીરા સિવાય અન્ય કોઈ યુવતી ઓ ને પણ પોતાનો શિકાર બનાવી છે કે કેમ શું લવ જેહાદ કરવા નું કોઈ ફંડ આવતું હતું કે નહીં ?
આ સમગ્ર ઘટનામાં આરોપીએ પોતાની અસલી ઓળખ છુપાવીને એક મોટું ષડયંત્ર રચ્યું હતું. આરોપી બિટ્ટુ ખાને સોશિયલ મીડિયામાં ‘મિસ્ટર સોનુ’ નામથી પોતાનું આઈડી બનાવ્યું હતું અને યુવતી સમક્ષ પોતે હિન્દુ યુવક હોવાની જ ઓળખ આપી હતી. હિન્દુ યુવક તરીકે ઓળખ આપીને તેણે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.
યુવતીનો વિશ્વાસ જીત્યા બાદ અને પ્રેમનો ડોળ કરીને આરોપીએ યુવતી પાસે ન્યૂડ વીડિયો કોલ કરાવ્યા હતા. પોતાની સાથે થયેલી છેતરપિંડી અને અસલિયતની જાણ થતાં ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવીને અમદાવાદના કણભા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કણભા પોલીસે આ ગંભીર મામલે તાત્કાલિક એક્શન લીધા હતા અને ટેકનિકલ સર્વેલન્સ તથા તપાસના આધારે આરોપી 26 વર્ષીય બિટ્ટુ ખાનને ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ એમપી (મધ્યપ્રદેશ)ના ગ્વાલિયરનો વતની હોવાનું ખૂલ્યું છે. પોલીસે હાલ તેની ધરપકડ કરીને આ કેસમાં અન્ય કોઈ યુવતીઓ તેનો શિકાર બની છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ અને વધુ તપાસ શરૂ કરી છે.
