અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ગાંધી રોડ પર નોકરી કરતી યુવતીની જાહેરમાં છેડતી કરી એસિડ ફેંકવાની યુવકે ધમકી આપી હતી. યુવતીની માતાએ યુવકને ઠપકો આપતા મારામારી કરી અને “હું સલીમચંદનો ભાઈ છું કાલુપુર પોલીસ સ્ટેશનમાં સેટીંગ છે મેં મારું કઇ નહીં બગાડી શકો તેમ કહ્યું હતું” મહિલાએ પોલીસને જાણ કરતા કાલુપુર પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.
યુવતી તેના પરિવાર સાથે કાલુપુર વિસ્તારમાં રહે છે અને ગાંધી રોડ પર દુકાનમાં નોકરી કરે છે. રાતે યુવતી નોકરી પરથી ઘરે પરત જવાના સમયે એક યુવક ૧૫ દિવસથી તેનો પીછો કરતો હતો. શનિવાર ના રોજ જ્યારે યુવતી ઘરે પરત જતી હતી તે સમયે તેને રોકી મોઢા પર સિગારેટનો ધુમાડો ફેંક્યો અને આ બાબત ની જો કોઈને જાણ કરશે તો એસિડ એટેક કરવાની ધમકી આપી હતી.
યુવતી ગભરાઈ ને ઘરે જતી રહી અને માતા-પિતાને વાત કરી હતી. ટંકશાળ રોડ પર યુવક ઉભો હતો જેથી પરિવારના સભ્યો ત્યાં ગયા અને યુવતીની માતાએ યુવકને કહ્યું કે કેમ મારી છોકરીનો પીછો કરે છે. ત્યારે યુવકે ગાળાગાળી કરી તેની માતાને માર મારવા લાગ્યો હતો અને બાદમાં યુવકને ભાગવા જતા તેને પકડી લીધો હતો. હું સલીમચંદનો ભાઈ છું કાલુપુર પોલીસ સ્ટેશનમાં સેટીંગ છે મેં મારું કઇ નહીં બગાડી શકો તેમ કહ્યું હતું. મહિલાએ સમગ્ર પોલીસને જાણ કરતા કાલુપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી ની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ જઇ વધુ પૂછપરછ કરતા તેનું નામ આરીફ મન્સૂરી જણાવ્યું હતું. પોલીસે આરોપીની અટકાયત કરી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.