September 12, 2026
લોકસભા
દેશરાજકારણ

સંસદમાં પીએમઓ રાજ્‍યમંત્રી ડૉ.જિતેન્‍દ્ર સિંહે પબ્‍લિક એક્‍ઝામિનેશન (પ્રિવેન્‍શન ઓફ અનફેર મીન્‍સ) સુધારા વિધેયક, ૨૦૨૬ રજૂ કર્યું હતું

સંસદના ચોમાસું સત્ર દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર કથિત બળપ્રયોગ અને પેલેટ ગનના ઉપયોગના મુદ્દે ભારે હંગામો મચી ગયો છે. આજે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ સંસદમાં પીએમઓ રાજ્‍યમંત્રી ડૉ.જિતેન્‍દ્ર સિંહે લોકસભામાં પબ્‍લિક એક્‍ઝામિનેશન (પ્રિવેન્‍શન ઓફ અનફેર મીન્‍સ) સુધારા વિધેયક, ૨૦૨૬ રજૂ કર્યું હતું. આ વિધેયકનો મુખ્‍ય હેતુ દેશની તમામ જાહેર અને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં પેપર લીક તથા ગેરરીતિ આચરનારાઓ સામે આકરામાં આકરા કાનૂની પગલાં ભરીને પરીક્ષા પ્રણાલીમાં વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્‍થાપિત કરવાનો છે.બિલ રજૂ થતાં જ કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ દિલ્‍હીમાં NEET પેપર લીક સામે શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા યુવાનો પર થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્‍યો હતો. ગળહમંત્રી અમિત શાહ પાસે આ મુદ્દે જવાબની માંગ સાથે વિપક્ષી સાંસદોએ અધ્‍યક્ષના પોડિયમ પાસે આવીને ભારે સૂત્રોચ્‍ચાર કર્યા હતા. લોકસભા અધ્‍યક્ષ ઓમ બિરલાએ ગળહની શિષ્ટાચાર જાળવવા ચેતવણી આપી હતી અને પ્રશ્‍નકાળ ચલાવવા વિનંતી કરી હતી, પરંતુ મડાગાંઠ ઉકેલાય નહીં અને  લોકસભા અને ત્‍યારબાદ રાજ્‍યસભાની કાર્યવાહી બપોર સુધી સ્‍થગિત કરવી પડી હતી. ત્‍યારબાદ ફરી કાર્યવાહી શરૂ થતાં જ બંને ગળહોમાં વિપક્ષે ધમાલ મચાવી હતી.

રાજ્‍યસભામાં પણ સ્‍થિતિ આવી જ તણાવપૂર્ણ રહી હતી, જ્‍યાં શૂન્‍યકાળ શરૂ થતાં જ વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ નિયમ ૨૬૭ હેઠળ વિદ્યાર્થીઓ પર થયેલા દમન પર ચર્ચા કરવા માટે નોટિસ રજૂ કરી હતી. તેમણે આ મુદ્દાને અત્‍યંત ગંભીર અને દુર્લભ ગણાવ્‍યો હતો, પરંતુ સભાપતિ દ્વારા ચર્ચાની પરવાનગી ન મળતાં વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો મચાવ્‍યો હતો. વિપક્ષનો આક્ષેપ હતો કે સરકાર યુવાનોના ભવિષ્‍ય સાથે રમતના વિરોધમાં અવાજ ઉઠાવનારા વિદ્યાર્થીઓ પર દમનગુજારી રહી છે, જ્‍યારે સ્‍પીકરે ગળહને નિયમાનુસાર ચલાવવા માટે આગ્રહ રાખ્‍યો હતો.

આ ભારે ગરમાગરમી વચ્‍ચે, કેન્‍દ્રીય મંત્રી ડૉ.જીતેન્‍દ્ર સિંહે લોકસભામાં જાહેર પરીક્ષાઓ (અન્‍યાયી માધ્‍યમો નિવારણ) સુધારો બિલ, ૨૦૨૬ રજૂ કર્યું હતું. આ પ્રસ્‍તાવિત સુધારા બિલ અંતર્ગત પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને પેપર લીકની પ્રવળત્તિઓને ડામવા માટે અત્‍યંત કડક જોગવાઈઓ કરવામાં આવી છે. આ નવા કાયદા હેઠળ દોષિતોને ૧૦ વર્ષ સુધીની કેદની સજા, રૂ.૧૦ કરોડ સુધીનો દંડ અને દોષિતોની મિલકત જપ્ત કરવા જેવા સખત પગલાં સામેલ છે. તે ઉપરાંત, કેસોનો ઝડપી નિકાલ કરવા માટે ફાસ્‍ટ-ટ્રેક કોર્ટની સ્‍થાપના કરીને ૩ મહિનાની અંદર ચુકાદો આપવાનું પણ પ્રસ્‍તાવિત કરવામાં આવ્‍યું છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની જાહેરાત બાદ કેન્‍દ્રીય મંત્રીમંડળે મંજૂર કરેલા આ બિલ દ્વારા સરકાર પરીક્ષા પ્રણાલીમાં દેશના લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્‍થાપિત કરવા માંગે છે. જોકે, ગૃહમાં વિપક્ષ તરફથી પેપર લીકની જૂની ઘટનાઓ અંગે જવાબદારી નક્કી કરવા અને વિદ્યાર્થીઓ પર થયેલા આકરા પોલીસ એક્‍શન સામે આક્રોશ ચાલુ જ રહ્યો હતો. હંગામાના કારણે બિલ પર વિગતવાર ચર્ચા થઈ શકી નહોતી. હવે આ અઠવાડિયા દરમિયાન સંસદના બંને ગળહોમાં આ બિલ પર કાનૂની જોગવાઈઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે વધુ તીખા પ્રહારો સાથે ચર્ચા થવાની પૂરેપૂરી શકયતા છે.

Related posts

પબજી ગેમ્સ ના ચાહકો માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay

CM હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસને ગણાવી મુઘલ, કહ્યું- ગર્વથી હિંદુ કહેવાવાળું જોઈએ…

Ahmedabad Samay

ટીવી ઈન્ડસ્ટ્રીના અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન

Ahmedabad Samay

ભારતીય સેનાને ચીન વિરૂદ્ધ ગમે તેવી કડક કાર્યવાહી કરવા આપી છૂટ.

Ahmedabad Samay

સી.આર. પાટીલે રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યા

Ahmedabad Samay

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો