ગુજરાતમાં નાની-મોટી મળીને કુલ ૧૮૫ નદીઓ વહે છે. તેમાં પણ રાજ્યનો એક જિલ્લાઓ એવો છે, જ્યાં ૫-૧૦ નહીં, પરંતુ ૯૭ નદીઓ વહે છે.
ગુજરાતમાંથી વહેતી ૧૮૫ નદીઓને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની નદીઓ. તળ વિસ્તાર એટલે કે બનાસકાંઠાથી લઈને વલસાડ સુધીનો વિસ્તાર કે જ્યાં ૧૭ નદીઓ વહે છે. જળની દ્રષ્ટિએ તળ ગુજરાત વધુ સમુદ્ર અને ફળદ્રુપ છે. સૌરાષ્ટ્રમાં કુલ ૭૧ નદીઓ વહે છે અને સૌરાષ્ટ્રની સૌથી મહત્ત્વની નદી ભાદર છે.
કચ્છમાંથી કુલ ૯૭ નદીઓ વહે છે. જેમાંથી લગભગ કોઈ નદી બારમાસી નથી. એટલે કે ચોમાસાની ઋતુ દરમિયાન જ પાણી આવે છે. કચ્છની નદીઓને બે ભાગમાં વહેચવામાં આવે છે. જે નદીઓ ઉત્તર તરફ કચ્છના મોટા રણમાં સમાય છે, તેને ઉત્તરવાહિની નદી કહેવાય છે. જે નદીઓ દક્ષિણમાં કચ્છના નાના રણમાં, કચ્છના અખાત અથવા અરબ સાગરમાં સમાય છે, તેને દક્ષિણવાહીની નદી કહેવાય છે. જોકે, કચ્છની મોટાભાગની નદીઓ કચ્છના મોટા રણમાં સમાય છે. કચ્છની ઉત્તર બાજુ વહેતી ભૂખી, કાળી, સુવિ, માલણ, સારણ અને ખારી નદીઓ છે. કચ્છની દક્ષિણ બાજુ વહેતી નાયરો, કનકાવતી, નાગમતી, ખારોડ, મીઠી, સાંગ, સાઈ વગેરે નદીઓ છે. જે કચ્છના અખાતને મળે છે.
કચ્છની કેટલીક જાણીતી નદીઓ રુકમાવતી નદી, સૂવિ નદી, માલણ નદી, સારણ નદી, સાકર નદી, મિતિ નદી, ઘૂરૂડ નદી, વેખડી નદી, ચાંગ નદી, ખારી નદી, નારા નદી, પંજોરા નદી, ખારોડ નદી, કોટડી નદી, કાળી નદી, કનકાવતી નદી, રુદ્રમાતા નદી.
કચ્છમાં સમાતી કુંવારી નદીઓ મોટાભાગે નદીઓ સમુદ્રમાં ભળતી હોય છે. પરંતુ ઘણી એવી નદીઓ પણ છે જે દરિયામાં ભળતી નથી. આવી નદીને ‘કુંવારી નદી’ કહેવાય છે. ગુજરાતમાં પણ આવી કેટલીક નદીઓ આવેલી છે. એક માહિતી પ્રમાણ ગુજરાતમાં આવી ૧૩ નદીઓ આવેલી છે. મોટાભાગની કુંવારી નદીઓ કચ્છના રણમાં ભણે છે. જેમાં બનાસ, સરસ્વતી, રૂપેણ, લૂણી, મચ્છુ, ઘોડાધ્રોઈ, બ્રાહ્મણી, ખારી, ફલ્કી, નરા, સુવી, પુર, ભુરુડનો સમાવેશ થાય છે.
