*સરકાર શ્રી દ્વારા દરેક આંગણવાડીના બાળકોને પહેરવેશ વિતરણ કાર્યક્રમ યોજના અંતર્ગત આજરોજ શાપર ભુમી પાર્ક આંગણવાડી ખાતે નમો સેના ઈંડિયા સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી રાષ્ટ્રીય મહામંત્રી શ્રી દિલીપભાઈ મુંગળા તથા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી ભરતભાઈ ખુમાણ તથા સંચાલક સંગીતાબેન, ઉષાબેન, સંઘ્યા બેનના હસ્તે આંગણવાડીના બાળકોમાં પહેરવેશનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર શ્રી દ્વારા દરેક આંગણવાડીના દરેક બાળકોને 2 જોડી પહેરવેશ આપવામાં આવ્યા હતા જેના સંદર્ભમાં આજરોજ શાપર વેરાવળમાંના ભુમી પાર્ક આંગણ વાડી ખાતે નમો સેના ઈંડિયાના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી દિલીપભાઈ મુંગળા, ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચના જિલ્લા મંત્રી ભરતભાઈ ખુમાણ, આંગણવાડીના સંચાલક શ્રી સંગીતાબેન ચૌહાણ, ઉષાબેન, તથા સંધ્યાબેન ઉપસ્થિત રહ્યા હતા.
તથા આ આંગણવાડીના દરેક બાળકને નાસ્તા સાથે સરકાર શ્રી દ્વારા મોકલવામાં આવેલા પહેરવેશનુ દરેક બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત બાળકો ના વાલીઓ દ્વારા ભારત માતાની જય ના નારા સાથે ભારતીય જનતા પાર્ટી તથા ગુજરાત સરકાર તથા મુખ્યમંત્રી મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજીના આ કાર્યને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો